ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણ ખાતે પ્રવેશ પરીક્ષા આગામી તા. 9/4/2022ને શનિવારના રોજ સવારના 11 કલાકે લેવામાં આવશે. આ પ્રવેશ પરીક્ષા આપવા માટેના પરીક્ષાના પ્રવેશપત્ર નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઇટ www.nvsadmissionclassnine.in પરથી વિદ્યાર્થીઓએ ડાઉનલોડ કરી લેવાના રહેશ. પરીક્ષા પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અંગે કોઇ સમસ્યા હોય તો ભાદરણ ખાતેની જવાહર નવોદય વિદ્યાલયનો રૂબરૂ સંપર્ક કરવા આચાર્ય ડૉ. વી. મુનિરમૈયાએ એક યાદી દ્વારા જણાવ્યું છે. તેમણે વધુમાં ધો.9 ની જિલ્લામાં લેવામાં આવનાર પ્રવેશ પરીક્ષા અંગેની વિગતો આપતાં આણંદ જિલ્લામાં ધો.૯ની પ્રવેશ પરીક્ષા જિલ્લા 3 કેન્દ્રો પર લેવામાં આવનાર છે. જેમાં ભાદરણ ખાતેની જવાહર નવોદય વિદ્યાલયમાં રોલ નંબર 139452 થી 139775ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. આજ રીતે રોલ નંબર 139776 થી 140015ના વિદ્યાર્થીઓની લાંભવેલ ખાતે આણંદ-લાંભવેલ રોડ ઉપર પેટ્રોલ પંપ પાસે આવેલ જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અને રોલ નંબર 140016 થી 140394ના વિદ્યાર્થીઓની બાકરોલ-વડતાલ રોડ પર યુનિવર્સિટી સ્પોર્ટસ ગ્રાઉન્ડ નજીક નોલેજ કેમ્પસમાં આવેલ નોલેજ હાઇસ્કૂલ ખાતે લેવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.