રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
રાજુલા થી સાવરકુંડલા રોડ ઉપર દાતરડી પુલ ચોમાસાની સિઝન દરમિયાન બંધ કરવામાં આવેલ છે જેથી તમામ વાહનો રોડ પર શરૂ કરવામાં આવેલ જે થી વીજપડી રોડ પંદર દિવસની રોડ ઉપર બે ત્રણ ફૂટ ખાડા થઇ ગયા તે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે રોજ રોજ પાર વાહનો પલટી મારે છે તેમજ વાહનચાલકો પણ કહી રહ્યા છે કે રોડા હલકી ગુણવત્તાના બનવાથી વાહનો સાઈડ વાહનો આવવાથી ટ્રક પલટી મારતા હોય છે જેથી આ રોડની તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા તપાસ કરે.તેમજ રાજુલા થી વીજપડી રોડ અતિ બિસ્માર હાલતમાં બની ગયો છે જેથી રાજુલા થી દિપડીયા વાવેરા ગામ લા સહિતના લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
રાજુલા થી વીજપડી રોડ ઉપર એક જ દિવસમાં અલગ-અલગ જગ્યાએ અકસ્માતના આઠ બનાવોમાં બન્યા.
રાજુલા વિજપડી રોડ ઉપર અકસ્માત નો રાફડો ફાટયો છેલ્લા બે દિવસ માં ત્રણ ટ્રક બે બોલેરો ગાડી ચાર ફોરવહીલ ગાડી ના અકસ્માત થયા હતા. રાજુલા વિજપડી રોડ ઉપર છેલ્લા બે મહિનાથી એક દિવસ પણ ખાલી જતો નથી અકસ્માત વિના ત્યારે ઘાડલા નજીક એક સિમેન્ટ ભરેલ ટ્રક રાજુલા થી રાજકોટ જય રહ્યો હતો ત્યારે કન્ટેનર વાળાએ ખાડો તારવતા સિમેન્ટ ભરેલ ટ્રક ને દબાવતા પલટી ખાઈ ગયો હતો ત્યારે ડાયવર અને કનડેકટર નો આબાદ બચાવ થયો હતો એવીજ રીતે પાવડર ભરેલો ટ્રક બાજુમાં પલટી ખાઈ ગયો હતો ત્યારે તેમાં પણ ડાયવર અને કનડેકટર નો આબાદ બચાવ થયો હતો ત્યારે આજુબાજુના ગામના લોકો રોષે ભરાયા હતા કોન્ટ્રેક્ટની બેદરકારી થી અકસ્માત વધુ થવા લાગ્યા છે રોડની બંને સાઈડોનું પુરાણ કરવામાં આવ્યું નથી.