ચરોતરમાં CNGના અપૂરતા સ્ટોક વચ્ચે રું. 2 ભાવ વધારો, 13 દિવસ બાદ રું. 79 થઈ ગયા.

Anand Latest

મોંઘવારી રીતસરની માઝા મુકી દીધી છે. ત્યારે આમ જનતાને હવે જીવન જીવું મુશ્કેલ બની રહ્યું છે.પેટ્રોંલ-ડીઝલની સાથે ચરોતર સી.એન.જી ગેસમાં રૂા 2નો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે 13દિવસ બાદ રૂ.79 પુનઃ વધારો કરી દેવામા આવ્યો છે. બીજી તરફ ચરોતર ગેસ સ્ટેશનો પર અપુરતા સીએનજી ગેસની બુમો ઉઠવા પામી છે. જેથી સીએનજી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પ્રાપ્ત માહિતી મુજબ ચરોતર ગેસ સહકારી મંડળી લી. હસ્તક વિદ્યાનગર, ગાના, મોગર, પરવાડા, ઉમરેઠ સહિત લાંભવેલ, ઓડ, વાસદ, ગામડી, જીટોડિયા ગેસ સ્ટેશન આવેલા છે. છેલ્લા ઘણાં સમયથી કંપની દ્વારા પુરતો ગેસ આપવામાં આવતો નથી.જેના કારણે વાહનચાલકોને ચરોતર ગેસ વાહનોમાં પુરાવાને બદલે વણસોલ,ઉત્તરસંડા ગુજરાત ગેસ ભરાવવાની ફરજ પડી રહી છે. બીજી તરફ શહેરમાં બોરસદ ચોકડી, સામરખા ચોકડી સહિત 8 જગ્યાએ નાના ગેસ સ્ટેશનો બંધ કરી દેવામાં આવ્યા છે. આમ છતાંય અપુરતા ગેસની માંગની વચ્ચે વારંવાર સી.એન.જી ગેસના ભાવ વધી રહ્યાં છે.આખરે વાહન ચાલકોનુ બજેટ ખોરવાઈ રહ્યુ છે.જેમાં સૌ પ્રથમ 23 માર્ચે રૂા 3 નો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 6 એપ્રિલે રૂા 2નો વધારો કરવામાં આવતાં હવે રૂા 79 લેખે વાહન ચાલકોને ગેસ ખરીદવાની ફરજ પડશે. .આમ કુદકે ભૂસકે મોધવારી માઝા મુકી દીધી હોવા છતાં ચરોતર ગેસમાં રૂા 2 નો વધારો કરી દેવાતાં રીક્ષા ચાલકો મીનીમમ ભાડું રૂા20 લેખે વસુલવામા આવે તો નવાઈ નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *