નાફેડે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ચણા ખરીદ્યા હતા ગોડાઉનમાં સંભાળ ન લીધી, APMCના વેરહાઉસમાં સાચવણીનો અભાવ.

Latest Surendranagar

નાફેડ દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવે છે. ત્યારે ખેડૂતો પાસે 2 વર્ષ અગાઉ ખરીદેલા ચણા પાટડી એપીએમસીના વેરહાઉસના ગોડાઉનમાં રાખેલા. વેરહાઉસની બેદરકારીના કારણે હજારો મણ ચણ‍ા સડી ગયા હતા. કંપનીના એમડી પાટડી થઇને કચ્છ તરફ જવાના હોઇ તેઓ કદાચ પાટડી વેરહાઉસની મુલાકાત લે તો ગોડાઉનની સાફ-સફાઇ કરવા જતા આ ચણાનો જથ્થો સડી ગયો હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. નાફેડ દ્વારા દર વર્ષે ખેડૂતો પાસે ટેકાના ભાવે ચણાની ખરીદી કરી જે તે વેરહાઉસના ગોડાઉનમાં એનો સંગ્રહ કરવામાં આવે છે. અને એ ચણા બગડે નહીં એ માટે વેરહાઉસ દ્વારા એમાં દવા છંટકાવ સહિતની કામગીરી કરી એની સાર-સંભાળ રાખવામાં આવે છે અને સમયાંતરે એનો નિકાલ કરવામાં આવે છે. જે અંતર્ગત પાટડી એપીએસીના ગોડાઉનમાં નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદેલા ચણાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. પરંતુ નાફેડ દ્વારા 2 વર્ષ અગાઉ ખરીદાયેલા આ ચણાના જથ્થાનો નિકાલ કરવામાં આવ્યો નહોતો. બીજી બાજુ વેરહાઉસની બેદરકારીના કારણે પાટડી વેરહાઉસના હજારો મણ ચણાનો જથ્થો પડ્યો પડ્યો સડી ગયો હતો. જેમાં કંપનીના એમડી કચ્છમાં જતા સમયે પાટડી થઇને નીકળવાના હોઇ તેઓ કદાચ પાટડી એપીએમસીના વેરહાઉસના ગોડાઉનની મુલાકાત લે એવા વાવડ મળતા વેરહાઉસ દ્વારા આ ગોડાઉનની સાફ-સફાઈ કરવાની સાથે ચણાના જથ્થાની તપાસ કરતા આ હજારો મણ ચણાનો જથ્થો પડ્યાં પડ્યાં સડી ગયાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જ્યારે હજારો મણ ચણાનો જથ્થો સડી જવાની સાથે એમાં જીવાત પડી જતા મજૂરો પણ ચોંકી ઊઠ્યા હતા. પાટડી ગોડાઉનમાં જૂનો 2019-20નો જૂનો ચણાનો 50 કિલોની 4220 બોરી છે અને નવી ચણાની 9460 બોરી છે. જૂનો ચણાનો 50 % જથ્થો પડ્યો રહ્યો હોવાથી થોડી ઘણી જીવાતો પડી ગઇ છે. ચણાનો જથ્થો જૂનો હોવાથી થોડી ઘણી જીવાતો તો પડી શકે છે. – વી.જે.પટેલ, પાટડી વેરહાઉસના ગોડાઉન મેનેજર ધ્રાંગધ્રાના ખેડૂતોનો ચણાનો જથ્થો પાટડી ગોડાઉનમાં, પાટડીના ખેડૂતોનો ચણાનો જથ્થો વિરમગામ ગોડાઉનમાં લઇ જવાય છે. નાફેડ દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી કરી જે તે વેરહાઉસના ગોડાઉનમાં સંગ્રહ કરી સમયાંતરે એનો નિકાલ કરાય છે. નાફેડ દ્વારા 2 વર્ષ અગાઉ ટેકાના ભાવે ખરીદેલો ચણાનો જથ્થો પાટડી વેરહાઉસના ગોડાઉનમાં સમયસર નિકાલ ન કરાતા આ પડ્યાં પડ્યાં સડી ગયો હતો. જે હાલમાં કોઇ મોટી કંપની દ્વારા ખરીદી કરાઈ હોવાની હકીકતો સામે આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *