ગૌ-ધરા એટલે ગાયોને ચરાવવા માટેનો વિશાળ મેદાની વિસ્તાર એટલે ગોધરા પણ આ ગૌ-ધરામાં ગાયોને ચરવા માટેની ગૌચર જમીન નહિવત થઇ રહેતા પશુઓને ભુખ્યા રહેવાનો વારો આવ્યો છે. ગોધરા તાલુકામાં નવીન રોડ તથા અન્ય પ્રોજેકટના લીધે ગૌચર જમીન ફક્ત 1014 હેકટર જેટલી બચી છે. પંચમહાલ જિલ્લામાં ગાયોને ચરાવવા માટે સરકારે ગૌચર જમીન એલોટ કરેલ છે. જિલ્લામાં વર્ષ 2015 પહેલા ગૌચર જમીનને ઉધોગકારો કે રોડના સંપાદિત થતાં જિલ્લામાં 6583 હેકટર ગૌચર જમીન બચી છે. વર્ષ 2015 માં ગૌચર નીતી જાહેર કરતાં ગૌચર જમીન સંપાદીત કરવામાં આવે તો તેની સામે અન્ય જગ્યાએ ગૌચર જમીન આપવાના નિયમથી ત્યારબાદ ગૌચર જમીન અંકબંધ રહી હોય તેમ દેખાઇ રહ્યું છે. જિલ્લામાં સૌથી વધુ ગૌચર જમીન શહેરા તાલુકામાં 2023 હેકટર આવેલ છે. જયારે સૌથી ઓછી ગૌચર જમીન હાલોલ તાલુકામાં ઉધોગ વસવાથી ફક્ત 90 હેકટર ગૌચર જમીન રહી છે. તથા ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણો પણ કરવામાં આવે છે. જિલ્લાની કુલ 6583 હેકટર ગૌચર જમીનમાંથી ફ્રેબુઆરી સુધી 50 દબાણકારોએ 62 હેકટર ગૌચર જમીનમાં દબાણ કર્યાની ફરીયાદો મળી હતી. જીલ્લાના 7 ગામોમાં 62 હેકટર ગૌચર જમીનમાં દબાણ દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. પણ દબાણ દુર કર્યાના થોડા સમયમા ગૌચર જમીનમાં પાછા દબાણો કરવામાં આવે છે. જિલ્લામાં ગૌચર જમીનની આ હાલત જોઇને લાગે છે કે ગાયો ધાસચારા વગર અટવાશે તેમ લાગી રહ્યું છે. જિલ્લામાં ગૌચર જમીનનો 6583 હેકટર જેટલી છે. પણ જિલ્લામાં એવા પણ 131 ગામો છે. જયાં ગૌચર જમીન આવેલ નથી. જેથી પશુઓના ધાસચારા માટે તકલીફો ઉભી થતી હતી. ગૌચર જમીનમાં લધુતમ ગૌચર જમીન એટલે 100 પશુઓને ધાસચારા માટે ઓછા ઓછી 40 એકર ગૌચર જમીન અને જંગલ વિસ્તારમાં 20 એકર ગૌચર જમીન હોવી જોઇએ પણ જિલ્લામાં 158 ગામો એવા છે કે ગૌચર જમીન લધુતમ જમીન કરતા પણ ઓછી ગૌચર જમીન છે.