નર્મદા જિલ્લામાં આ વર્ષે કેરીનો પોક ૫૦ ટકા થવાની સંભાવના છે. ગ્લોબલ વોર્મિંગની અસરથી આ વર્ષે પાક ઓછો થશે તેમ ખેડૂતો જણાવે છે. ખેડૂતો પોતાના ખેતરમાં અને સેઢા પર કલમી આંબા રોપીને તેને ઉછેરીને સારો એવો કેરીનો પાક પણ લે છે. કેરીના પાકમાં હાફુસ કેરી, બદામ કેરી, લંગડો કેરી, રાજાપુરી કેરી અને અન્ય આંબાની કેરીનો સમાવેશ થાય છે. નર્મદા જિલ્લામાં ડુંગર વિસ્તારમાંઆજે પણ દેશી આંબાના વૃક્ષો જેવા મળે છે. આ વર્ષે આંબાઓઉપર પુષ્કળ પ્રમાણમાં મોર આવ્યો હતો, અને એવું લાગી રહ્યું હતું કે પુષ્કળ પ્રમાણમાં કેરીનો પાક ઉતરશેપણ એ આશા ખેડૂતોની ઠગારી નિવડી તેનું કારણ એ હતું કે ચાલું વર્ષે ગ્લોબલ વોમગની અસરો તેની ચરમસીમાએ પહોંચી ગઇ હતી. સમગ્ર જિલ્લામાં છાસવારે આકાશમાં વાદળછાયું વાતાવરણ જેવા મળ્યું હતું અને કમોસમી વરસાદ અને કમોસમી વરસાદ સાથે કમોસમી માવઠું થતાં આંબા પર આવેલો પુષ્કળ મોર ખરી પડયો હતો. મહાદુઃખની વાત એ છે કે થોડો ઘણો મોર આંબા પર બચ્યો હતો.આંબાના વૃક્ષ પર ગેરવો, મધીઓ નામનો રોગ આવતાઆંબા પરનો મોર ખરી પડયો છે.છેલ્લા એક અઠવાડિયાથી વાદળ છાયા વાતાવરણથી કેરીના પાકને અસર પડી રહી છે.