મહુડો આદિવાસી સમાજ માટે દેવવૃક્ષ છે.છેછોટાઉદેપુર જિલ્લામાં અંદાજે ૧૦ હજારથી વધુ મહુડાના વૃક્ષો જોવા મળે છે.

Chhota Udaipur Latest

આદિવાસીઓ મહુડાને દેવવૃક્ષ ગણે છે અને તેને કાપતાં પણ નથી. મહુડાના ફૂલોનો છોટાઉદેપુર જિલ્લામાં વાર્ષિક વેપાર આશરે ચાર કરોડનો છે. આદિવાસી કુટુંબોને વિવિધ રીતે આર્થિક આધાર આપતા મહુડા વૃક્ષોનું ખૂબ જ જતન કરે છે. એક અંદાજ પ્રમાણે છોટાઉદેપુર જિલ્લામાં મહુડાના ૧૦ હજારથી વધુ વૃક્ષો હોવાનો અંદાજ છે. મહુડાના વૃક્ષો પરથી પાનખરમાં પાન ખરી જાય તે પછી હોળીની આસપાસ ફૂલ બેસવા માંડે છે. માર્ચ અને એપ્રિલમાં લગભગ એક મહિના સુધી ફૂલોની મોસમ રહે છે. ઝાડની તંદુરસ્તી મુજબ દૈનિક ૩ થી ૨૦ કિલો ફૂલ એક મહુડો મોસમમાં આપે છે.  મહુડાના ફૂલોનો વેપાર વન વિકાસ નિગમ દ્વારા નિયંત્રિત છે. નવા સુધારા પ્રમાણે આ ગૌણ વન પેદાશ હવે નિગમને આપવાની સાથે વેપારીઓને વેચી શકાય છે. મહુડાના ફૂલનો છોટાઉદેપુર જિલ્લામાં મોસમી વાર્ષિક વેપાર ત્રણ થી ચાર કરોડનો ગણી શકાય. તાસીર પ્રમાણે કેટલાક મહુડા પરથી વહેલી પરોઢના ચાર વાગે તો અન્ય મહુડાઓ પરથી સવારના નવદશ વાગ્યે ફૂલો ગરવાનું ચાલુ થાય છે. એટલે પરિવારના નાના મોટા બધા સભ્યો આ ગરેલા ફૂલો ભેગા કરવાનું કામ કરે છે. મહુડાના ફૂલો વેપારીઓ ખરીદે છે અને પરિવારો પોતાના ઉપયોગ માટે પણ રાખે છે. તેના વેચાણથી ખેતી સિવાયની મોસમમાં ટેકો થાય તેટલી આવક મળે છે. ફુલો ખરી જાય તે પછી મહુડા પર ફળ લાગે છે જે ડોળી તરીકે ઓળખાય છે. આ ફળ તેલીબિયાંની ગરજ સારે છે. જૂન મહિનામાં વરસાદ આવે ત્યાં સુધી ડોળી ખરે છે. આ ડોળીમાંથી ખાદ્યતેલ મળે છે, જેને કેટલાક લોકો ડોળીના ઘી તરીકે પણ ઓળખે છે. ડોળીને સૂકવીને, દળીને, બાફીને આદિવાસી પરિવારો રસાયણોના ઉપયોગ વગર તેલ કાઢે છે. ઘણા હવે ધાણીમાં પિલાવી ઘર વપરાશ માટે તેલ કાઢે છે. ડોળીનો ખોળ પશુ રોગોના ઉપચારમાં વપરાય છે અને સાબુના કારખાનેદારો પણ તેને ખરીદે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *