ગીર સોમનાથ જિલ્લામાં તેમજ વેરાવળ, ઉના તાલુકાઓમાં વરસાદનું આગમન

Gir - Somnath Latest
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

ગીર સોમનાથમાં કાળા ડિબાંગ વાદળો છવાયા. આકાશમાં અચાનક છવાયેલા કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન થી ખેડૂતોમાં ચિંતા જોવા મળી. અચાનક બદલાયેલા વાતાવરણથી ગીરની પ્રખ્યાત કેસર કેરી પર સંકટ. જો કમોસમી વરસાદ પડે તો કેસર કેરી પકવતા ખેડૂતોને ભારે નુકશાન થવાની સંભાવના. ચાલુ વર્ષે કેસર પર અનેકવાર આવ્યું છે કમોસમી વરસાદનું સંકટ, તો તલ, બાજરી, અડદ, મગ સહિતનું ઉત્પાદન લેતા ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી. હાલ ફરી વખત જગતનો તાત બન્યો છે ચિંતાતુર.

વરસાદ ને ધ્યાન માં લઇ વેરાવળ તાલુકાના શીડોકર અને આદ્રી ગ્રામ પંચાયત દ્વારા નવતર પ્રયોગ, ગામના તમામ નાગરિકો એ છત્રી લઇને જ ઘરની બહાર નીકળવાનો ગ્રામ પંચાયતનો નિર્ણય. કોરોના મહામારીને લઇને સરકારના સામાજિક અંતરના હેતુ ને સિદ્ધ કરવા આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો.

ઉના તાલુકાના ધોકડવા બેડીયા સહિતના ગામોમાં વરસાદ થી ભારે નુકશાન થયું. મકાનના નળિયા ઉડયા, આખેઆખા આંબા જમીન માંથી નીકળી ગયા, તલ નો આખો પાક નિષ્ફળ.આમ વરસાદ ના આગમન થતા જ ભારે નુકસાન જોવા મળ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *