રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ
ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા ત્રીજો વાર્ષિક મહોત્સવ પરિવાર મિલન સન્માન સમારંભ
સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ભારત વિકાસ પરિષદ શાખાના પરિવાર સહીત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા વિવિધ ધાર્મિક સામાજીક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. છેલ્લાં ત્રણ વર્ષથી કેશોદ શહેરમાં અનેક કાર્યક્રમોનું આયોજન ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા કરવામાં આવ્યું છે. બાળકોમાં રહેલી વિશિષ્ઠ શકિતોને બિરદાવવા અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.વર્ષ દરમિયાન વિવિધ કૃતીઓમાં શ્રેષ્ઠતમ ૧૪૧ જેટલા સ્પર્ધકોને પ્રોત્સાહીત કરવા પ્રોત્સાહીત ઈનામ પ્રમાણપત્ર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્ર ગીતથી કરવામાં આવી હતી. દિપ પ્રાગટય બાદ આમંત્રિત મહેમાનોનું શાબ્દિક અને બાળાઓએ સ્વાગત ગીત રજુ કર્યુ હતુ. વાર્ષિક મહોત્સવ સાથે બાળકોએ નૃત્ય ગીત સંગીત પ્રશ્નોતરી વેશભૂષા વકૃત્વ સહીત કરાટે સહીત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો વિજેતા સ્પર્ધકોને ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા તથા આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવેલ હતા. કેશોદના વેરાવળ રોડ નજીક આવેલ વાટીકા ગાર્ડન રેસ્ટોરન્ટમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રીના ધારશી બેરડીયા ગૃપ દ્વારા હાસ્યની રમઝટ કાર્યક્રમ સાથે લોકોએ મનોરંજન માણ્યું હતું સમગ્ર કાર્યક્રમમા ભારત વિકાસ પરિષદ પરિવાર આમંત્રિત મહેમાનોએ ઉપસ્થિત રહી તન મન ધનથી સાથ સહકાર આપ્યો હતો.