રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ
વેરાવળ-બાંદ્રા-વેરાવળ દૈનિક એક્સપ્રેસ ટ્રેન (19218/19217) નું કેશોદ સ્ટેશને સ્ટોપેજ શરૂ થયું. માનનીય સાંસદ પોરબંદર રમેશભાઈ ધડુકે ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ. રેલ્વે મંત્રાલયના આદેશ મુજબ, વેરાવળ-બાંદ્રા-વેરાવળ દૈનિક એક્સપ્રેસ ટ્રેન(19218/19217)નું સ્ટોપેજ આજથી પશ્ચિમ રેલવે ભાવનગર મંડળના કેશોદ સ્ટેશન પર આપવામાં આવ્યોછે માનનીય સાંસદ પોરબંદર રમેશભાઈ ધડુકે ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું વેરાવળથી બાંદ્રા ટર્મિનસ ટ્રેન નં. 19218 કેશોદ સ્ટેશન પર ઉભી રહી જેનો આગમન અને પ્રસ્થાનનો સમય અનુક્રમે ૧૨.૨૭ વાગ્યે હતા અને ટ્રેન નં. 19217 બાંદ્રા ટર્મિનસથી વેરાવળ તરફ આવતી ટ્રેન આવતી કાલથી અનુક્રમે ૬ કલાકે આગમન પ્રસ્થાનના સમય સાથે કેશોદ સ્ટેશન પર રોકાશે. તેવી જ રીતે, બંને દિશામાં જતી આ ટ્રેન ઉપરોક્ત સમયે દરરોજ ઉભી રહેશે.આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક ભાવનગર શ્રી મનોજ ગોયલ, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી માશૂક અહમદ અને અન્ય રેલ્વે કર્મચારીઓ તેમજ કેશોદની જનતા, રેલ્વે મુસાફરો અને મીડીયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.ટ્રેનના સ્ટોપેજને લઈને રેલ્વે મુસાફરો અને કેશોદની જનતામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ટ્રેનના સ્ટોપેજ સંદર્ભે માનનીય સાંસદ ત્યાં ઉપસ્થિત જનતા સાથે વાતચીત કરી. લોકોએ રેલવે પ્રશાસન અને તેમના સાંસદનો આભાર વ્યક્ત કર્યો હતો.