રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
અમદાવાદ સૈજપુર ખાતે આવેલ સ્વામી શ્રીભગદાચાયૅ આશ્રમ ખાતે આશ્રમ ના સંસ્થાપક બ્રહ્મલીન પૂજ્ય શ્રી રામકુમાર દાસજી ખાખી બાપુ ની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે કોવિડ -૧૯ ના કોરોના અસરગ્રસ્ત જરૂરિયાતમંદ કુટુંબોને ૧૦- ૧૦ કિલોની ની ઘરવપરાશની વસ્તુઓ ની કીટનું વિતરણ આશ્રમના મહંત પૂજ્ય સ્વામીશ્રી કેશવ દાસજી ખાખી બાપુ ના હસ્તે કરવામાં આવ્યું હતું. આશ્રમ દ્વારા તૈયાર કરવામાં આવેલ જીવન જરૂરિયાતની વસ્તુઓની કીટ જરૂરિયાતમંદ વ્યક્તિઓ ના ઘરે ઘરે આશ્રમના સેવકો દ્વારા પહોંચાડવામાં આવી હતી. સેજપુરના આ ભગવદાચાર્ય આશ્રમ દ્વારા શૈક્ષણિક,મેડીકલ તથા ગરીબ જરૂરિયાત મંદ વ્યક્તિઓને અવારનવાર મદદ કરવા ના કાર્યક્રમોનું આયોજન પૂજ્ય સ્વામી શ્રી કેશવ દાસજી ખાખી બાપુ દ્વારા કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિરમગામ બહુચરાજી રોડ ઉપર પોપટ ચોકડી ખાતે બ્રહ્મલીન પૂજ્ય રામકુમાર દાસજી ખાખી બાપુ દ્વારા સુંદર પંચમુખી હનુમાનજી ની ભવ્ય મૂર્તિ અને વિશાળ આશ્રમ ની સ્થાપના કરવામાં આવેલી છે. સેજપુર અમદાવાદ ખાતે બ્રહ્મલીન પૂજ્ય શ્રી રામકુમાર દાસજી ખાખી બાપુ ની તૃતિય પુણ્યતિથિ ના આ વિશેષ કાર્યક્રમ નિમિત્તે ગુજરાત પત્રકાર સંઘના પ્રમુખ બી.આર.પ્રજાપતિ, ઉપપ્રમુખ કિરીટભાઈ એલ. વ્યાસ, કારોબારી સદસ્ય અને પત્રકાર રમણીકભાઈ પ્રજાપતિ, આશ્રમના સેવાધારી સેવકો પ્રહલાદ ભાઈ પટેલ, બીપીન ભાઈ પટેલ,અશ્વિનભાઈ મિસ્ત્રી, હરેશભાઈ પ્રજાપતિ, રાકેશભાઈ પટેલ, ભવાનભાઈ પટેલ, મહોબતસિંહ ભાઈ,પથ્થુ ભાઈ તથા ટ્રસ્ટી નટુભાઈ કે.પટેલ વગેરે ઉપસ્થિત મહાનુભાવો દ્રષ્ટિગોચર થાય છે.