રંગ બે રંગી હોળી અને ઘૂળેટી પર્વ ને બે દિવસ રહ્યા છે. ત્યારે અત્યારે બોડેલી અને જાંબુઘોડા વિસ્તારમાં ઠેર ઠેર કેસૂડાંના ફૂલ અસંખ્ય વૃક્ષ પર ખીલેલા જોવા મળી રહ્યા છે. પણ ફાગણ મહિનામાં ખીલતા કેસૂડાંના ફૂલનુ પણ ખૂબ મહત્વ રહ્યું છે. કેસૂડાંના ફૂલના રંગની ઘૂળેટી કૃત્રિમ રંગથી રમવા માટેની પ્રથા હવે લુપ્ત થઈ છે. તેને જીવંત કરવા સરકારે પણ ખેતીવાડી ક્ષેત્રે જવાબદારી સોંપી લોકોને જાગૃત કરવાની પહેલ કરવી જોઈએ. ઘૂળેટીમાં કેસૂડાંના રંગનુ મહત્વ છતાં લોકો કેમિકલ યુક્ત રંગ વાપરે છે. કૃત્રિમ રંગને બદલે લોકો કેમિકલ યુક્ત કલરનો વધુ ઉપયોગ કરે છે. જે ચામડીને નુકશાન કરવા સાથે આંખ અને વાળને પણ નુકશાન કરે છે. જ્યારે કેસૂડાંના રંગથી હોળી રમાય તો ફાયદો પણ થતો હોય છે. ગરમ પાણીમાં કેસુડો પલાળીને તેનું પાણી ગાળી લઈને સ્નાન કરવાથી ચામડીના રોગ થતા નથી અને ઠંડક પણ મળે છે. કેસૂડાંના અનેક ફાયદા આયુર્વેદમાં બતાવ્યાં છે. ત્યારે લોકો કુદરતી રંગનો ઉપયોગ કરવા તરફ વળે તેવા પ્રયત્ન જરૂરી છે.
Home > Madhya Gujarat > Chhota Udaipur > ફાગણ મહિનામાં ફૂલનું મહત્વ; કેસૂડાંને ગરમ પાણીમાં નાખી સ્નાન કરવાથી ચામડીના રોગ થતાં નથી.