ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટા-ચૂંટણી ૩ નવેમ્બરે યોજાશે, ૧૦ નવેમ્બરે પરિણામ..

Latest

પેટાચૂંટણીની તારીખો જાહેર કરવાના નિર્ણયને આવકારતાં અમિત ચાવડાએ કહ્યું, પક્ષ અને પ્રજા સાથે દગો કરનારને ચૂંટણીમાં પાઠ ભણાવીશું..

ચૂંટણી પંચએ આજે અલગ-અલગ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની પેટા-ચૂંટણીઓની જાહેરાત કરી છે જેમાં ગુજરાતની 8 વિધાનસભા બેઠકોની પેટા-ચૂંટણીની પણ જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ૮ બેઠકો પર ૩ નવેમ્બરે મતદાન થશે અને ૧૦ નવેમ્બરે મત ગણતરી હાથ ધરવામાં આવશે. આ જાહેરાતની સાથે જ સંબંધિત વિધાનસભા ક્ષેત્રમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.ચૂંટણી પંચે જણાવ્યું કે, ૯ ઓક્ટોબરે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૧૬ ઓક્ટોબર નિર્ધારિત કરવામાં આવી છે. નોમિનેશનની સ્ક્રૂટિની ૧૭ ઓક્ટોબરે થશે. ઉમેદવારી પરત ખેંચવાની મર્યાદા ૧૯ ઓક્ટોબર છે. ૩ નવેમ્બરે તમામ ૮ બેઠકો પર મતદાન યોજાશે અને ૧૦ નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *