બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની નજીક સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આવેલી છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામે પ્રસિદ્ધ છે જેની નજીક માં નવનિર્મિત જંગલ સફારી પાર્કનું નિર્માણ કરવામાં આવેલ છે જે સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક ના નામે પણ જાણીતું થયું છે જેમાં હરણ વિભાગમાં પ્રાણીઓને ઘાસ માટે વલખા મારવા નો સમય આવ્યો છે પ્રાણીઓને ખવડાવવા માટે આવતું આ ઘાસ નિયમિત પણ ન આવતું હોવાની બુમો ઉઠી છે તથા બે-ત્રણ દિવસે એકવાર આવતું હોવાનું સુત્રો દ્વારા જાણવા મળેલ છે જેને લઇને અમુક દિવસોમાં આવા પ્રાણીઓને સુકુ ઘાસ આપવામાં આવતા પ્રાણીઓ પણ ભૂખે મરતા હોવાનું જાણવા મળેલ છે આવા પ્રાણીઓને રોજેરોજનું લીલુ ઘાસ ખાવા માટે મળતું નથી તેવી પણ લોક ચર્ચા થઈ રહી છે નક્કી કરેલી માત્રા કરતા પણ ઓછું ઘાસ પ્રાણીઓને આપવામાં આવે છે તેવું પણ જાણવા મળેલ છે આમ મુંગા પ્રાણીઓને જ ખાવાના ઘાસ માટે આવી તકલીફો પડી રહી હોય તો પછી તેઓની સલામતીનું શું? ભૂતકાળમાં પણ ઘણા પ્રાણીઓના મૃત્યુ જંગલ સફારી માં થયા હોવાનું પણ જાણવા મળેલ છે જંગલ સફારી માં ચાલતી આવી બેદરકારી માટે જવાબદાર કોણ? અધિકારીઓને પણ માત્ર પગાર માં રસ પ્રાણીઓની સુરક્ષા માં નહીં જો આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તો ઘણું જ રહસ્ય બહાર આવે તેમ છે.