રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ
બોડેલી ખાતે જિલ્લાકક્ષાના પુસ્તક વાચક સ્પર્ધા સફાયર પબ્લિક સ્કૂલ બોડેલી ખાતે યોજવામાં આવી હતી. મોટી ટોકરી પ્રા.શાળાની ધોરણ -૬ ની વિદ્યાર્થીની જિલ્લાકક્ષાની પુસ્તક વાચક સ્પર્ધા માં પ્રથમ નંબરે વિજેતા બન્યા હતા.તેમને પુસ્તક પસંદગી શ્રીમદ્ ભગવદ ગીતાની કરી હતી. સમગ્ર પુસ્તક ની સમીક્ષા કરતા તેમને સાંપ્રત કાળમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના વિચારો તેનું તત્વજ્ઞાન વિશ્વના માનવમાત્ર માટે માર્ગદર્શક અને પ્રેરણાદાયી છે તે વિષયની ખૂબ જ ઝીણવટ અને સુંદર છણાવટ કરીને સમગ્ર જિલ્લામાં પુસ્તક વાચક સ્પર્ધા પ્રથમ નંબર આવી મોટીટોકરી પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યુ છે. મોટી ટોકરી પ્રાથમિક શાળામાં સી. આર. સી. કોર્ડીનેટર, ગૃપાચાર્ય તથા તમામ શિક્ષકગણ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાએ વિજેતા બને તેના માટે શુભેચ્છાઓ પાઠવી હતી.