દિવાળી નજીક આવી રહી છે.અને લોકો બેદરકારીથી બહાર ફરી રહ્યા છે. અને સમજી રહ્યા છે ,કે કોરોના ગયો છે. પરંતુ હજુ મહામારી આપણી સાથે જ છે, જેથી જેને વેક્સિન લેવાની બાકી હોય તેઓ તાત્કાલિક લઈ લે અને બીજો ડોઝ બાકી હોય એ પણ લઇ લે. વેક્સિન લીધી હશે અને કોરોનાનો ચેપ લાગશે તો તમે ગંભીર સ્ટેજ પર નહી જાઓ, અત્યારે લોકો જે પ્રમાણે બેદરકારીપૂર્વક બજારમાં માસ્ક પહેર્યા વિના ફરી રહ્યા છે. એ ભારે પડી શકે છે. લોકો કોરોનાને જ નોતરી રહ્યા છે.રાજ્યમાં ગત વર્ષે દિવાળી સમયે જ કોરોનાની પ્રથમ લહેરને કારણે તહેવારની ઉજવણીમાં ભંગ પડ્યો હતો. ઘણાબધા પ્રતિબંધો સાથે દિવાળીની ઉજવણી કરવી પડી હતી. જોકે આ વર્ષે દિવાળી સમયે કોરોનાના કેસ ખૂબ ઓછા નોંધાયા છે. પ્રતિબંધો દૂર થતાં અને છૂટછાટો મળતાં બજારોમાં પણ પહેલાં જેવી રોનક પાછી આવી છે. જોકે બજારોમાં માસ્ક વિના એકઠી થઈ રહેલી લોકોની ભીડ કોરોનાને ફરી ફેલાવી શકે છે.
સરકારે પણ કડક વલણ રાખવું જોઈએ, નહિ તો ત્રીજી લહેર પણ આવી જશે અને એ ઘાતક સાબિત થશે. બહારગામ જતા લોકોએ પણ કોરોના છે. એ ધ્યાનમાં રાખવું જોઈએ. બહાર જઈએ ત્યારે ખાસ દક્ષિણ ભારત તરફ કેસ વધી રહ્યા છે, તેમ છતાં ઘણા લોકો ત્યાં જઈ રહ્યા છે, પરંતુ લોકો ત્યાંથી સંક્રમણ સાથે આવી શકે છે. અને ચેપ અહીં બીજાને લાગી શકે છે, સંક્રમણ ફેલાશે તો ત્રીજી લહેર આવવાની પૂરી શક્યતા છે. આનંદ કરો અને તહેવાર માણો, પરંતુ સાવચેતી સાથે.અમદાવાદ, સુરત, રાજકોટ તથા વડોદરાના ક્રિટિકલ સ્પેશિયાલિ ડોક્ટરોએ લોકોને બજારમાં જતા માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા તથા વેક્સિનના બંને ડોઝ લેવા અપીલ કરી છે.