રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
વિદ્યાર્થીના વર્ષભરના પરિશ્રમને જાહેર પરીક્ષાના માધ્યમથી મુલવવાનુ કારકિર્દી ઘડતર માટે મહત્વ છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૦ માં લેવાયેલી ધોરણ – ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામની માહિતી આપતા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી શિલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, માર્ચ ૨૦૨૦ માં લેવાયેલ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા માં મહીસાગર જિલ્લામાંથી ૧૪૩૧ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. તેમાંથી ૬૯૦ જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. એટલે કે જિલ્લામાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૪૮.૩૫ ટકા પરિણામ આવેલ છે. જે સંદર્ભે જિલ્લા કલેકટર શ્રી આર.બી. બારડે પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. જે વર્ષ ૨૦૧૯ માં યોજાયેલ પરીક્ષાના પરિણામ કરતા આ વર્ષે મહિસાગર જિલ્લાનું પરિણામ ૨.૭૬ ટકા વધારે આવેલ છે. જિલ્લામાં લુણાવાડા પરીક્ષા કેન્દ્રનું પરિણામ ૫૨.૮૦ ટકા, સંતરામપુર કેન્દ્રનું પરિણામ ૩૧.૫૩ ટકા અને બાલાસિનોર પરીક્ષા નું પરિણામ ૪૭.૨૭ ટકા આવેલ છે. જિલ્લામાં કોઈ પરીક્ષાર્થી A1 ગ્રેડ માં આવેલ નથી. જ્યારે A2 ગ્રેડમાં જિલ્લામાં ૧૧ પરીક્ષાર્થી આવેલ છે.
મહીસાગર જિલ્લાના વિદ્યાર્થીઓએ પણ આ પરીક્ષામાં ખૂબ સુંદર દેખાવ કર્યો છે. મહીસાગર જીલ્લામાં દોશી શ્રધ્ધા વિમલકુમારે
99.95% percentile rank સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. શ્રધ્ધા એ સારું પરિણામ મેળવીને માતા-પિતા તેમજ તેના શિક્ષકોનું નામ રોશન કર્યું છે. ઉલ્લેખનીય છે કે શ્રધ્ધાએ જાન્યુઆરી 2020 માં લેવાયેલ JEE MAIN પરીક્ષામાં પણ જીલ્લામાં 95.96% સાથે સર્વોત્તમ પરિણામ મેળવ્યું હતું.
આદર્શ વિદ્યાલય શાળાની વિધાર્થીની પંડ્યા દિશા વિપુલકુમાર સમગ્ર મહીસાગર જિલ્લામાં મેરીટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. જેમાં ૩૦૦ માથી ૨૮૨ ગુણ મેળવી ૯૪% સાથે જીલ્લામાં મેરીટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે છે. જેમાં MATH ૧૦૦/૯૮ , CHE – ૧૦૦/૯૩ ,
PHY – ૧૦૦/૯૧ , ગુણ પ્રાપ્ત કરે છે. સંદર વિદ્યાર્થીની માર્ચ ૨૦૧૮ માં પણ ધો. ૧૦ માં મહીસાગર જીલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ હતી. સમગ્ર મહીસાગર જીલ્લામાં A2 ગ્રેડમાં ૧૧ વિદ્યાર્થીઓ પૈકી આદર્શ વિદ્યાલય ના ૫ વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં સ્થાન પ્રાપ્ત કરે છે.
શાળાનું પરિણામ ૭૫% આવેલ છે. શાળા પરિવાર પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને તેમજ ઉતિર્ણ થયેલ બધા જ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે