રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
અતિવૃષ્ટિ વરસાદના કારણે ખરાબ થયેલા રોડ રીપેરીંગ કરવા માટે સરકાર દ્વારા કેશોદ નગર પાલિકાને સાંઈઠ લાખની ગ્રાંટ ફાળવવામાં આવેલી તે કામ અંતર્ગત વોર્ડ નંબર સાતમાં પેવર રીપેરીંગ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું
હાલના વર્ષે વધુ વરસાદના કારણે અતિવૃષ્ટિ થતાં શહેરના અનેક વિસ્તારોમાં રોડનું ધોવાણ થતાં બિસ્માર રોડ રસ્તાઓ રીપેરીંગ માટે સરકાર દ્વારા કેશોદ નગરપાલિકાને સાંઈઠ લાખની ગ્રાંટ ફાળવવામાં આવી છે. જે અનુલક્ષીને કેશોદના જુદા જુદા વોર્ડમાં રોડ રીપેરીંગ કરવામાં આવશે આજે કેશોદના વોર્ડ નંબર સાત ડીપી રોડમાં પેવર રીપેરીંગ ખાત મુહૂર્ત કરવામાં આવેલ જે ખાત મુહૂર્ત નિમીતે નગર પાલિકા પ્રમુખ તથા નગર પાલિકા સદસ્યો ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર સાતમાં પેવર રીપેરીંગ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ શહેરના અન્ય વોર્ડમાં પણ રોડ રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવશે.