થાથરીથી ડોડા જઈ રહેલી એક મિની બસ ખીણમાં પડી ગઈ. આ દુર્ઘટનામા 8 લોકોના મૃત્યુ થયા છે. અને ઘણા લોકો ઘાયલ છે. ઘટના સ્થળે હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું કે મેં ડોડાના ડિસ્ટ્રીક્ટ કલેક્ટર વિકાસ શર્મા સાથે વાત કરી છે. ઘાયલોને GMC ડોડા ખસેડવામાં આવી રહ્યાં છે. જે પ્રકારની પણ સહાયતની જરૂર પડશે અમે ઉપલબ્ધ કરાવીશું.એક મિનિબસ ઠઠરીથી ડોડા જઈ રહી હતી. ત્યારે સુઈ ગ્વારીમાં ડ્રાઈવરે બસ પરનો પોતાનો કાબૂ ગુમાવ્યો હતો. અને મિનિબસ ચેનાબ નદીના કિનારે ઊંડી ખીણમાં ખાબકી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, વાહનમાં મુસાફરી કરી રહેલા આઠ મુસાફરોના મોત અને દસથી બાર લોકો ઘાયલ થવાની આશંકા છે. હાલ તો લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.
