રિપોર્ટર પાર્થિવ દરજી પંચમહાલ
શહેરાના આંબાજટી ગામના પટેલ ફળિયાની નજીકમા આવેલી ગૌચર જમીનમાંથી 17,273 મેટ્રિક ટન રેતીનુ ગેરકાયદેસર ખનન મામલે રાજેશ ઉર્ફે લાલા ભરવાડને ખાણ ખનીજ વિભાગે રૂપિયા 58 લાખ કરતા વધુ નો દંડ ફટકારીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાનું જાણવા મળ્યું હતું.જ્યારે કુણ નદીમાં થયેલી રેતી ખનનને લઈને પણ ખાણ ખનીજ વિભાગ તપાસ કરશે…
શહેરા તાલુકાના ડેમલીથી બાહી માર્ગ ઊપર જવાના રસ્તા પર આવેલી આંબાજટી ગામના પટેલ ફળિયાની નજીકમા ગૌચર જમીનમાંથી પાછલા કેટલાક સમયથી સ્થાનિક ગામના રાજેશ જેઠાભાઇ ભરવાડ દ્વારા જે.સી.બી મશીનના મદદથી મોટા પાયે ગેરકાયદેસર રેતી કાઢવામાં આવી રહી હતી. અહી ગૌચર જમીનમાં કોઈ લીજ આવેલી નહી હોવા છતાં રેતી કાઢી ને નાના મોટા વાહનોમાં ભરીને રોયલ્ટી પાસ વગર ખનીજ વહન થતુ હોવા છતાં આ સામે સ્થાનિક તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી ન હતી. ગેરકાયદેસર રેતી ભરીને નીકળતાં ભારે વાહનોના કારણે ગામના પાકા રસ્તાઓને પણ નુકશાન જતુ હોવાથી અને ગેરકાયદે ખનીજ ખનન અટકાવવા માટે જાગૃત નાગરીક દ્વારા ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને લઇને ખનીજ વિભાગની ટીમે ગેરકાયદેસર રેતી ખનન પર ઓચિંતી તપાસ હાથ ધરતા મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન કરવામા આવ્યું હતું.જેથી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. હાલ તો 17,273 મેટ્રિક ટન ગેરકાયદેસર ખનીજ ખનન ને લઇને રાજેશ જેઠાભાઈ ભરવાડ ને રૂપિયા 58 લાખથી વધુ નો દંડ કર્યો. હોવાનુ ખાણ ખનીજ વિભાગ પાસેથી જાણવા મળ્યું હતુ. જે રીતે ગૌચર જમીનની આજુબાજુ મા પણ તેમજ કુણ નદીમાં મોટા પાયે ખાણ ખનીજ વિભાગની મંજૂરી વગર રેતી કાઢવામાં આવી રહી હોય ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ મામલે તપાસ કરીને વધુ દંડ કરવામાં આવે તે સ્થળ પરની પરિસ્થિતિ ને જોતા જરૂરી લાગી રહયુ છે.જ્યારે હાલ પણ અહીથી પસાર થતી કુણ નદીમાં તેમજ અન્ય વિસ્તારમાં રેતી કાઢવામાં આવી રહી હોય ત્યારે ખનીજ ચોરી અટકાવવા માટે સંબંધિત તંત્ર દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે પણ જરૂરી છે…
બોક્સ….ગેરકાયદે ખનન કરનાર રાજેશ ઉર્ફે લાલા ભરવાડ રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર અહીંથી હાઇવા , ટ્રેક્ટર સહિતના વાહનોમા રેતી ભરી આપતો હતો.અમુક ખનીજ ભરેલ વાહનો મા નંબર પ્લેટ નહીં હોવા સાથે ઓવરલોડ ખનીજ ભરેલ હોય તેમ છતાં શહેરા અને ગોધરા ખાતે આવેલી સબંધિત કચેરી અને પોલીસ સામેથી પસાર થતા હોય છે.
.રાજેશ ઉર્ફે લાલા ભરવાડ એ તંત્રની મંજૂરી વગર રેતી ખનન કરતો હોવાથી સરકારી તિજોરીને મસમોટું નુકશાન જતુ હોય ત્યારે જિલ્લા ક્લેક્ટર તેમજ ખાણ ખનીજ વિભાગ સાથે જિલ્લા પોલીસ વડા દ્વારા પણ આ ઉપરોક્ત બાબતને વધુ ગંભીરતાથી લેવામાં આવે તે જરૂરી છે. ગેરકાયદે રેતી ખનન કરનાર રાજેશ ઊર્ફે લાલા ભરવાડએ એક ગેંગ બનાવીને વર્ષ 2015મા પણ તપાસ અર્થે આવેલી ખાણ ખનીજ વિભાગની ટીમ પર જીવલેણ હુમલો કરતા તેની સામે તે સમયે શહેરા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી.ત્યારે સંબંધિત તંત્ર દ્વારા જે તે સમયે સરકારી કર્મીઓ પર હુમલો કરનાર રાજેશ ઉર્ફે લાલા ભરવાડ કે જેની સામે પોલીસ મથકમાં ફરિયાદ પણ થઇ ચૂકી હોય તો આ સામે દાખલા રૂપ કાર્યવાહી થાય તે માટે જિલ્લા કલેકટર દ્વારા વધુ તપાસ માટે આદેશ આપે તે જરૂરી છે.ગૌચર જમીનમાં રેતી કાઢવા માટે જે.સી.બી મશીનનો ઉપયોગ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.ત્યારે ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે ખનીજ ખનન મામલે આ સામે પણ વધુ તપાસ હાથધરી ને કાર્યવાહી કરવામાં આવી જોઈએ. ત્યારે જોવું રહયુ કે તંત્ર દ્વારા કયારે આ સામે કાર્યવાહી કરે છે…
ગૌચર જમીનમાં મોટા પાયે ખનિજ ખનન થયું હોય ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આ સામે જે દંડ ફટકારવામાં આવ્યો છે.તેની જગ્યાએ વધુ તપાસ હાથધરી ને એક કરોડથી વધુનો દંડ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવે જેથી ખનીજ ચોરો માટે દાખલારૂપ કાર્યવાહી બની શકે તો નવાઈ નહી..