રિપોર્ટર:શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રિય બજરંગ દળ હિંન્દુ હેલ્પલાઈન હિંમતનગર શહેર અધ્યક્ષ દિનેશભાઈ સોનગરાને કોલ આવ્યો કે પરમાર પંકજસિંહ રજુસિંહ મોટા કોટડા ની પંદર દિવસની નવજાત બાળકીને શ્વાસની તકલીફ હોવાથી બ્લડ A+ ની છે…
દિનેશભાઈ દ્વારા A+ બ્લડની જરૂર છે.એવો મેસેજ અમારા ગ્રૃપમાં મુકતા અમારા ગ્રૃપના ચાંદરણી ગામના રવિશભાઈ સોલંકીની દીકરી પણ થેલેસેમિયાની પેશન્ટ હોઈ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રિય બજરંગ દળ દ્વારા ધણી વાર બ્લડની મદદ કરવામાં આવી છે..
તો આજે હુ પણ એક દિકરીની મદદ કરૂ એવી ભાવનાથી રેડ ક્રોસ સોસાયટીમાં બ્લડ જમા કરાવવા દોડી આવ્યા હતા.એક બિમાર દિકરીના પિતા દ્વારા બિજી દિકરીને મદદ કરવા દોડી આવ્યાએ સેવા ભાવના હાલના સમયમાં માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે…