ઇડર પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો ઇંગલીશદારૂ સહિતના મુદ્દામાલ સાથે પકડી પાડતી સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ….

Sabarkantha

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા

પોલીસ મહાનીરીક્ષક અભય ચુડાસમા, ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક નીરજ કુમાર બડગૂજર સાબરકાંઠાએ પ્રોહીબીશનને લગતા ગુન્હાઓને અંકુશમાં લેવા તથા શોધી કાઢવા માટે સુચન કર્યું હતું. જે સુચના આધારે.એમ.ડી.ચંપાવત પો.ઇન્સ. એલ.સી.બી.નાઓના માર્ગદર્શન મુજબ .બી.યુ.મુરીમા પો.સ.ઇ. એલ.સી.બી ની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા સ્ટાફના હે.કો. કલ્પેશભાઇ તથા પો.કો. રાજેશભાઇ તથા પો.કો.નિરીલકુમાર તથા પો.કો.ગોપાલભાઇ તથા પો.કો. મિતરાજસિંહ તથા પો.કો. વિરેન્દ્રકુમાર તમામ ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી અંગે પેટ્રોલીંગમાં હતા..
દરમ્યાન પો.કો. મીતરાજસિંહનાઓને બાતમી રાહે હકીકત મળી હતી. કે એક સફેદ કલરની વેગેનાર ગાડી વિજયનગર તરફથી આંતરસુંબા આશ્રમ થઇ વિજયનગર ત્રણ રસ્તા તરફ ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ભરીને પાર થઇ રહી છે. જેથી વિજયનગર ત્રણ રસ્તા નજીક રોડ ઉપર બાતમી વાળા વાહનની વોચમાં રહી નાકાબંધી કરી આવતા જતા વાહનો ઉપર વોચમાં ઉભા હતા..
દરમ્યાન બાતમી મુજબની સફેદ વેગેનાર ગાડી આવતાં હાથના ઇશારે ગાડીઓને રોકી લઇ સદર ગાડીની તપાસ કરતા ગાડીના અંદરના ભાગે વિદેશીદારૂની પેટીઓ મળી આવી હતી. વેગેનાર ગાડીમાં ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટનો પ્રોહી મુદ્દામાલ ભરી હેરાફેરી કરતા પ્રોહી મુદ્દામાલ જુદા જુદા બ્રાન્ડની પેટી નંગ-૭ કુલ બોટલ નંગ -૮૪ કિ.રૂ. ૫૪,૧૨૦/- તથા ૨-મોબાઇલ ફોન કિ.રૂ.૪૫૦૦/- તથા વેગેનાર ગાડી કિ.રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૩,૦૮,૬૨૦/- નો મુદ્દામાલ કબજે કરી ઇડર પો.સ્ટે. ખાતે પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ એલ.સી.બી. સાબરકાંઠાઓએ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *