રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા
વિજયનગરના ચિઠોડાના બજાર શૌચાલયમાં સ્વચ્છતાના નામે ધજાગરા,છ મહિના પહેલા બનાવાયેલ શૌચાલય નર્કાગાર બન્યુ છે, ત્યારે વેપારીઓ દ્વારા અનેકોવારની રજુઆત બાદ પણ પરિણામ શુન્ય જોવા મળી રહ્યું છે, શૌચાલયમાં ગંદકી જોઈ લોકો પાછા ફરે છે, સરકાર દ્વારા સ્વચ્છ ભારત માટે શૌચાલયો બનાવવા કરોડો રૂપિયાની ગ્રાન્ટ વપરાય છે તો બીજી તરફ આવી ગ્રાન્ટના રૂપિયા થી બનાવેલ સરકારી અમાનત બિન ઉપયોગી સાબિત થાય છે, તો અનેકો રજૂઆત કરવા છતાં ચિઠોડા પંચાયત ના સત્તાધીશો આંખ આડા કાન કરે છે. તો રહીશો ની ઉગ્ર માગ છે કે આ શૌચાલય ઉપયોગી બને એવું તંત્ર વિચારે છે.