રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા
પોલીસ મહાનીરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક નીરજ કુમાર બડગૂજર, સાબરકાંઠા જિલ્લામાં પ્રોહીબીશનને લગતા ગુન્હાઓને અંકુશમાં લેવા તથા શોધી કાઢવા માટે સુચના આધારે એમ.ડી.ચંપાવત પો.ઇન્સ. એલ.સી.બી.ના માર્ગદર્શન મુજબ.બી.યુ.મુરીમા, પો.સ.ઇ. એલ.સી.બી.ની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા સ્ટાફના એ.એસ.આઇ. નાથાભાઇ તથા હે.કો. કલ્પેશભાઇ તથા પો.કો. રાજેશભાઇ તથા પો.કો.નિરીલકુમાર તથા પો.કો.ગોપાલભાઇ તથા પો.કો. મિતરાજસિંહ તથા પો.કો. વિરેન્દ્રકુમાર એ રીતેના હિંમતનગર મોતીપુરા ખાતે હાજર હતા. દરમ્યાન પો.કો. રાજેશભાઇ નાઓને બાતમી રાહે હકીકત મળતા એક છીંકણી કલરની રેનોલ્ટ કંપનીની ડસ્ટર ગાડી ભિલોડા તરફથી ગાંભોઇ થઇ રણાસણ ચોકડી થઇ નિકોડા થઇ અંદરના રસ્તે ફતેપુર થઇ રામપુરા ચોકડી તરફ ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ભરીને આવતા અને તેની આગળ પાઇલોટીંગ એક સફેદ કલરની ગાડી પણ હતી.
જેથી મોતીપુરાથી ખાનગી વાહનથી રવાના થઇ રામપુરા ચોકડી નજીક રોડ ઉપર બાતમી વાળા વાહનની વોચમાં રહી નાકાબંધી કરી આવતા જતા વાહનોની તપાસમાં હતા..
દરમ્યાન બાતમી મુજબની સફેદ કલરની નમ્બર વગરની આઇ-૨૦ ગાડી આવતાં અને તેની પાછળ એક છીંકણી કલરની રેનોલ્ટ કંપનીની ડસ્ટર ગાડી આવતાં બન્ને ગાડીઓને રોકવાની કોશીષ કરતાં સદર ગાડીઓના ચાલકોએ નાકાબંધી તોડી પોતાની ગાડીઓ સાથે તલોદ રોડ તરફ ભાગી છૂટ્યા હતા.
કિ.રૂ.૫,૩૮,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી પ્રાંતિજ પો.સ્ટે. ખાતે પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ એલ.સી.બી. સાબરકાંઠાનાઓ કરી રહ્યા છે.