કાલોલ ના બોરું ટર્નીગ નજીક આવેલા બળીયાદેવ મહારાજ મંદિરના સાંનિધ્યમાં એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં કાલોલ તાલુકાના ૫૫ થી વધુ ગામોનાં આગેવાનો ,વડીલો અને યુવાનો એકત્રિત થયાં હતાં. આ મીટીંગમાં સમાજને એક તાંતણે કઈ રીતે બાંધી સંગઠિત કરી શકાય તેના માટે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.અને સમાજને એક કરવા માટે હાલ સમાજમાં જે વ્યસનો,કુરિવાજો અને અમુક જડવાદ ને કઈ રીતે દૂર કરી શકાય તે વિષયો ઉપર ભારે ચર્ચા કરવામાં આવી હતી.ત્યારબાદ સૌથી વધારે જેની જરૂર છે તે એટલે કે શિક્ષણ.સમાજની અંદર શિક્ષણમાં યુવાન-યુવતીઓ કઈ રીતે આગળ વધે,શિક્ષણનું પ્રમાણ સમાજમાં કઈ રીતે વધે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.અને અંતમાં હાલમાં પવિત્ર પર્વ નવરાત્રી બાદ આવતાં દશેરાના દિવસે શસ્ત્ર પૂજનના આયોજનને લઈને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ મીટીંગમાં કાલોલ ક્ષત્રિય સમાજની ચિંતા કરતાં ૫૫ ગામનાં યુવા આગેવાનો સાથે વડીલો તથા કાલોલ ક્ષત્રિય કેળવણી મંડળ ના સભ્યો હાજર રહ્યાં હતાં.