રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
વર્ષોથી રોડ ઉપર રખડતા ગૌવંશથી અનેક વખત અકસ્માતના બનાવો બને છે. જેમાં ગૌવંશ અને વાહનચાલકો પણ ઈજાગ્રસ્ત બને છે. અનેક વખત રજુઆત કરવામાં આવી હોવા છતાં નગરપાલિકાનું જવાબદાર તંત્ર ખુલ્લી આંખે ઉંઘી રહ્યું છે. અને લોકો અને પશુઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
કેશોદ શહેરમાં ઘણા વર્ષોથી રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય વધી જતા રાહદારીઓ આ ઢોરની ઢીકે ચડી નાની મોટી ઈજાઓનો શિકાર બની રહ્યા છે. તો કોઈ વખત અકસ્માતમાં પશુઓ પણ ઈજાગ્રસ્ત બનવાના બનાવો બનવા પામ્યા છે ત્યારે જવાબદાર નગરપાલિકાનું નિંભર તંત્રની નિષ્ક્રીયતા ટીકાસ્પદ બની છે કેશોદ શહેરની મેન બજાર,ફુવારા ચોક,ચાર ચોક, આંબાવાડી,સોની બજાર, ફ્રુટની દુકાનો,તેમજ શાકમાર્કેટો આવેલ હોય જેના કારણે સવારથી સાંજ સુધી આવી બજારોમાં ખૂબ ટ્રાફિક રહેતી હોય છે. તેમાં ટ્રાફિક સવારથી સાંજ સુધી રહે છે. પરંતુ આવી દરેક બજારોમાં તથા કેશોદના જાહેર રસ્તાઓ પર રખડતા ભટકતા પશુઓનો સખ્ત ત્રાસ છે. અને અવાર નવાર લોકો નાની મોટી ઈજાઓનો ભોગ બને છે. તો કયારેક પશુઓ પણ અકસ્માતનો ભોગ બની ઈજાગ્રસ્ત થાય છે.કેશોદ શહેરમાં આવા ખુંટીયા તથા રખડતા ભટકતા માલઢોરના કારણે કેશોદની જનતા તોબા પુકારી ગઈ છે. અને હાલ અવાર નવાર આવા ખુંટીયા રાહદારીઓને ઈજા પહોંચાડી રહ્યા હોય તેમજ અગાઉ પણ ઢોરના કારણે અકસ્માત થતા મૃત્યુના પણ બનાવો થયા છે.
ઘણા વર્ષોથી રખડતા પશુઓના પ્રશ્ને શહેરીજનો વેપારીઓ દ્વારા અનેક વખત નગર પાલિકા કચેરીમા લેખીત મૌખિક રજુઆત તેમજ આઆવેદનપત્ર પણ આપ્યા છે. પણ વર્ષોથી રખડતા પશુઓના પ્રશ્નનો ઉકેલ આવતો નથી જે બાબતે શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે.
કેશોદ નગરપાલિકાનું અંધેર તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં નહીં આવતા કેશોદની જનતામાં રોષની લાગણી ઉત્પન્ન થવા પામી છે. તો પાલિકાનું તંત્ર પોતાની ઘેરી નીંદરમાંથી જાગી યોગ્ય કાર્યવાહી કરશે ખરા ?તેવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે