રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા
વન્યપ્રાણી સપ્તાહ ની ઉજવણી વૈશ્ર્વિક લેવલે થાય છે. દર વર્ષે ગુજરાત વન વિભાગ દ્વારા તારીખ 2 જી ઓકટોબર થી 8 મી ઓકટોબર દરમિયાન આ મહાન પર્વ ની ઉજવણી કરે છે..
જે અંતર્ગત સાબરકાઠા વનવિભાગની વડાલી રેન્જ તથા સામાજિક વનીકરણ રેન્જ ઈડર ના સ્ટાફ દ્વારા આરોગ્ય વન ઇડર થી બાઇક રેલીનુ આયોજન કરી સમગ્ર ઇડર શહેરના લોકો ને વન્ય જીવનુ સંરક્ષણ, વન્ય પ્રાણીનુ મહત્વ તથા પર્યાવરણનુ જતન કરવાનું આહવાન કરવામા આવ્યુ..
આ બાઇક રેલી ક્ષેત્રિય રેન્જ વડાલી ના પરીક્ષેત્ર વન અધિકારી એમ.બી.નિનામા તથા જી.એ.પટેલ પરીક્ષેત્ર વન અધિકારી વિસ્તરણ રેન્જ ઇડર દ્વારા હરિ ઝંડી ફરકાવી પ્રસ્થાન કરવામા આવ્યું.
આ બાઇક રેલીમા સામાજિક વનિકરણ રેન્જ ઇડરનો તમામ સ્ટાફ તથા ઇડરના તમામ એન.જી.ઓ તથા જીવદયા પ્રેમીઓ અને વન્ય જીવ પ્રેમીઓ જોડાયા હતા.