રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
સને 2019 ની માંગણીઓને લયને તલાટીઓ એ કરીછે હડતાલ
માંગરોળ તાલુકા ભરના તલાટી મંત્રીઓ આજે હડતાલમાં જોડાયા છે. તેઓની સને 2019 ની માંગણીઓને લયને આજથી હડતાલ શરૂ કરાઇ છે. અને માંગરોળ તાલુકા પંચાયત કચેરીના સામે બેસીને ધરણા પ્રદર્શન કર્યું હતું. અને આજથી તલાટી મંત્રીઓની તમામ કામગીરી બંધ કરી ધરણા કરાઈ છે.
જયારે આવતી કાલથી આ અચોક્કસ મુદત ની હડતાલ થી લોકોનેપણ હેરાન થવાનો વારો આવશે. તેવા એંધાણ વર્તાઇ રહયા છે.
હાલ ચોમાસાની મૌસમથી ખેડુતોને સર્વે કરવા દાખલાઓ સહીતના લોકોના અનેક કામો અટકી જાઇ તેવા પણ સંકેતો મળી રહયા છે. અને તલાટીઓ દ્વારા માંગને નહી સંતોષાઇ તો આગામી મોટા આંદોલન થાય તો નવાઇ નહી.