ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિવિધ સંવર્ગોની સામાન્ય ચૂંટણીમાંમતદારોએ ઉત્સાહ પૂર્વક મતદાન કર્યું.

Panchmahal

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ

ગુજરાત શિક્ષણ બોર્ડ ની કુલ સાત બેઠકો માટે ની ચૂંટણીમાં 24 ઉમેદવારો મેદાનમાં છે. આજે પંચમહાલ જિલ્લા સહિત રાજ્યમાં આવેલા 107 જેટલા મતદાન મથક ખાતે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ રહી છે. જ્યારે ગોધરામાં સેન્ટ આર્નોલ્ડ ,તેલંગ વિદ્યાલય અને હાલોલની ઘ એમ. એસ હાઈસ્કૂલ ખાતેના મતદાન મથક ખાતે જિલ્લામાં આવેલા ૩૧૮ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય, શિક્ષકો, ક્લાર્ક, પટાવાળા તેમજ સંચાલક મંડળના સભ્યો પોતાનો મત નાખવા માટે આવ્યા હતા. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલા ત્રણ મતદાન મથક ખાતે સવારથી જ મતદારોનો ઉત્સાહ જોવા મળવા સાથે મત નાખવા માટે લાંબી લાઈનો પણ લાગી હતી. જ્યારે ચૂંટણી વિભાગ દ્વારા મતદાન મથક ખાતે કોરોનાની ગાઈડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું હતું. જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ફરજ બજાવતા લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા સાથે મતદાન મથક ખાતે માસ્ક પહેરીને આવ્યા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિવિધ વિભાગ બોર્ડની સાત બેઠકોની ચૂંટણી પંચમહાલ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *