રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના શહેરમાં રોકડીયા હનુમાન મંદિર સામે આવેલ રાવલડેમ જુથ પાણી પુરવઠા યોજનાનો પમ્પ હાઉસ અને પાણીના ટાંકા તથા કચેરી આવેલ છે. ઉનાથી ધોકડવા જતા રોડ ઉપર કચેરી પાસે છેલ્લા ઘણા દિવસોથી પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોય અને રાવલડેમથી આવતુ પાણી ખાડામાં ભરાઈ રોડ ઉપર વહેવા લાગેલ હતુ. રોડમાં ખાડા પડી ગયા હતા વાહન ચાલકો ભર ઉનાળે જાણે ચોમાસાના પાણીમાં પસાર થતા હોય તેવું અનભવી રહ્યા છે. ઉના શહેરમાં તથા તાલુકામાં પાણીની તંગી છે. ઉનામાં સોસાયટીમાં એકાંતરે પાણી અપાય છે જ્યારે સૈયદ રાજપરા તથા અન્ય ગામોમાં પણ પાણી અપુરૂત આવતુ હોય લોકોને પીવાનુ પાણી રૂપિયા ખર્ચીને લેવુ પડે છે. આ પાણીનો લીકેજ વખતે ગુજરાતના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આવેલ ત્યારે તેમણે પણ આની નોંધ લઈ અધિકારીને પાણી લીકેજ બંધ કરવા સુચના આપી હતી.