ગુજરાતના નવા મંત્રીમંડળનું આજે શપથગ્રહણ યોજાશે…

Latest

ગાંધીનગરમાં રાજભવન ખાતે મંત્રીમંડળની શપથની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે .અને થોડીવારમાં શપથ વિધિ શરૂ થશે. ભાજપે ગઈકાલની ઘટનાથી બોધપાઠ લીધો હોય તેમ આજે રાજભવન બહાર તારીખ વિનાનાં બેનરો લગાવવામાં આવ્યાં છે. ગુજરાતની નવી સરકારમાં 25 મંત્રી શપથ લેશે. શપથ ગ્રહણના ત્રણ કલાક પહેલાં જ મંત્રીઓ બનનાર ધારાસભ્યોને ખુશખબરી આપવામાં આવી રહી છે. આ પહેલા ગુજરાત ભાજપ પ્રભારીની મુલાકાતે સવારમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એનએક્સીમાં પહોંચ્યા હતા. હાલમાં પૂર્વ મંત્રીઓ-ધારાસભ્યો-આગેવાનો રાજભવન પહોંચવા લાગ્યાં છે.
શપથગ્રહણ પહેલાં ધારાસભ્યોને મંત્રીપદ સોંપાશે એવા ફોન કરવામાં આવી રહ્યા છે, જેમાં ગણદેવીના નરેશ પટેલ, કનુ દેસાઇ, દુષ્યંત પટેલ, કિરીટ રાણા, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, અરવિંદ રૈયાણી, મનીષા વકીલ, પ્રદીપ પરમાર, કુબેર ડિંડોરને અત્યારસુધીમાં ફોન આવી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *