રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
કોરોના વાઇરસથી બચવા ભારત સરકારે આરોગ્ય સેતુ નામની એપ શરૂ કરી છે. આરોગ્ય સેતુ એપમાં કોરોના સબંધિ તમામ માહિતી આંગળીના ટેરવે મળશે. ગુજરાત સરકાર દ્રારા પણ અપીલ કરવામાં આવી છે કે, રાજ્યના લોકો આરોગ્ય સેતુ એપ પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરીને કોરોનાને આપો પડકાર, આરોગ્ય સેતુ એપનો લઇ સહકાર. ગીર સોમનાથ જિલ્લામાં ૭૩૩૦૪ થી વધુ લોકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી છે. આ એપના માધ્યમથી કોરોના સંક્રમણના દર્દી નજીકમાં આવતાની સાથે જ જાણ થાય છે.
આ સંદર્ભે ગીર-સોમનાથ જિલ્લા તંત્ર દ્રારા પણ અપીલ કરવામાં આવી છે કે, વધુને વધુ લોકો આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી સ્વયંને સુરક્ષિત બનાવે આરોગ્ય સેતુ એપમાં મળશે કોરોના સબંધી તમામ માહિતી, કોરોનાના સંક્રમણને લગતા જોખમો અને તેનુ સચોટ નિવારણ. તમારા લોકેશન અને સામાજિક ગ્રાફની મદદથી તમે કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો કે કેમ ? તે જણાવશે આરોગ્ય સેતુ એપ.