રિપોર્ટર:ગોવિંદ હડિયા કેશોદ
કેશોદ તાલુકાના ખમીદાણા ગામે આવેલા ભકિત જ્ઞાન ભવનમાં વ્યાસ પરિવાર દ્વારા દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. જેમાં હાલમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જયોત્સનાબેન જોષી દ્વારા પોતાના ઘરે જ પાર્થિવ ગણેશજીની મૂર્તિ બનાવી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દરરોજ ગણેશજીને ફુલ ફળ સાથે જુદાજુદા શણગાર પ્રભાત મદ્યાહન ,સંધ્યા આરતી સહિત ભકિત જ્ઞાન ભવનમાં વ્યાસ પરિવાર દ્વારા ભક્તિભાવ સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ગણેશજીને વિધ્ન હર્તા દેવ માનવામાં આવે છે. વિશ્વનુ કલ્યાણ થાય તેવી પ્રાર્થના સાથે મનુષ્ય પશુ પક્ષીઓનુ કલ્યાણ સાથે સુખ શાંતી રોગમુક્ત થાય તેવી પ્રાર્થના પુજા અર્ચનાસાથે ખમીદાણા ગામે આવેલા ભકિત જ્ઞાન ભવનમાં શ્રદ્ધા પુર્વક ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે . હાલમાં ગણેશજીને ૧૧૧ લાડુનો પ્રસાદ ધરાવવામાં આવ્યોછે જે બાળકોને પ્રસાદી તરીકે આપવામાં આવશે તેવુ ભકિત જ્ઞાન ભવન વ્યાસ પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે