છેલ્લા એક સપ્તાહ દરમિયાન મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની પુણેમાં પણ દુષ્કર્મની આ ત્રીજી ઘટના સામે આવી હતી. અહીં સૌથી પહેલા 31 ઓગસ્ટના રોજ 14 વર્ષની કિશોરી સાથે 13 લોકોએ ગેંગરેપ કર્યો હતો. આ ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. બીજી ઘટના 8 સપ્ટેમ્બરના રોજ પુણે રેલવે સ્ટેશન પાસે બની હતી અને તેની પુણેની વિવિધ હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે. ત્રીજી ઘટના પુણેના ખેડ તાલુકામાંથી સામે આવી છે. અહીં 12 વર્ષની એક કિશોરી સાથે 5 લોકોએ અલગ-અલગ સમયે દુષ્કર્મ આચર્યું હતું. તમામ ગુનેગારોની ધરપકડ થઈ ગઈ છે.
મુંબઈમાં અંધેરીના સાકીનાકા વિસ્તારમાં દુષ્કર્મ ગુજાર્યા બાદ મારપીટનો શિકાર બનેલી એક મહિલાનું લગભગ 30 કલાક બાદ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. દુષ્કર્મ બાદ આરોપીએ મહિલાના પ્રાઈવેટ પાર્ટ પર સળિયા વડે ગંભીર હુમલો કર્યો હતો. પીડિતાની સારવાર મુંબઈની રાજાવાડી હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીને મહિલા રસ્તા પર ચાલતી જોવા મળી હતી. બળાત્કાર બાદ તે મહિલાને મારી નાખવા માગતો હતો, તેથી તેણે પ્રાઈવેટ પાર્ટ પર સળિયાથી હુમલો કર્યો હતો. પંદર મિનિટ પછી ત્યાંથી પસાર થતા કોઈએ મહિલાને લોહીલુહાણ જોઈ અને સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ફોન કરીને આ અંગે જાણ કરી હતી.
CCTV ફૂટેજ અનુસાર, આ ઘટના ગુરુવારે રાત્રે 2.30થી 3 વાગ્યાની વચ્ચે બની હતી. એમાં નજરે આવી રહ્યું છે કે દુષ્કર્મ પછી આરોપીએ મહિલાને સળિયાથી ગંભીર રીતે ઇજા પહોંચાડે છે. ત્યાર બાદ તે તેને ગંભીર સ્થિતિમાં પિક-અપ વાનમાં ફેંકી દે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે. જોકે અંધારી રાત હોવાથી ફૂટેજ બહુ સ્પષ્ટ નથી દેખાતા, પરંતુ આરોપીનાં કરતૂત સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ જ ફૂટેજના આધારે આરોપી મોહન ચૌહાણ ની ધરપકડ કરવામાં આવી છે.