અમરેલી જિલ્લાના રાજુલા સહિત આસપાસ ગ્રામ્ય વિસ્તારના સમસ્ત કોળી સમાજે રાજુલા પ્રાત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું…

Amreli

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પાદરડી ગામના ભારતીય સેનામાં ફરજ બજાવતા યુવાનને પોલીસ દ્વારા અદાલતી વોરંટ વગર માર મારવામાં આવ્યો હતો. મારમારનાર તમામ પોલીસ કર્મીઓની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા સમસ્ત કોળી સમાજ રાજુલા દ્વારા રાજ્યપાલને પત્ર પાઠવી રજૂઆત કરી.
પત્રમાં જણાવ્યું હતું કે પોલીસ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ખૂબ સારી કામગીરી કરે છે. પરંતુ ઘણીવાર અતિરેકમાં પોલીસ ગુનાહિત કામગીરી કરે છે.તાજેતરમાં જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પાદરડી ગામના ભારતીય સેનામાં ફરજ બજાવતાં યુવાન કાના ભાઈ ગોવિંદભાઈ કેશવાલા ને તા.૨૯/૮/૨૧ ના રોજ રાત્રીના અગિયાર વાગ્યે પોલીસ દ્વારા કોઈ પણ અદાલતી વોરંટ વગર ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને તેમના ઘરના સભ્યો અને કાનાભાઇ ને ગાળો આપી નાના ભાઈને અમાનવીય ઢોરમાર મારવામાં આવે છે. દેશની રક્ષા માટે ફરજ બજાવતા આર્મી જવાન સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરનાર આ પોલીસ કર્મીઓ અને તેમના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને વીડિયોમાં દેખાતા તમામ પોલીસ કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ ડિસમિસ કરવામાં આવે અને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેમ સમસ્ત કોળી સમાજ રાજુલા દ્વારા પ્રજાના રાજ્યપાલને રજૂઆત કરાઇ હતી.
બારૈયા જીલુભાઈ ,વિક્રમભાઈ શિયાળ રણછોડભાઈ મકવાણા,ગોતમભાઈ ગુજરીયા, મુકેશભાઈ ગુજરીયા, કાનાભાઇ ગોહિલ, બાબુભાઈ મકવાણા,પરતાપભાઇ ગુજરીયા, કાજલબેન બારૈયા તેમજ અશોકભાઇ મકવાણા સાથે કોળી સમાજના યુવાનો જોડાઈ ને સમર્થન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *