રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
કેશોદમાં પુરૂષોતમલાલાજી ગૌશાળા જુનાગઢ રોડ મુકામે પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેશોદના ડીવાયએસપી જે. બી. ગઢવી તથા કેશોદ સ્વામી નારાયણ સંતોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગમાં ગાયનું મહત્વ ગાય આધારિત ખેતી ગોબર ગૌમુત્રમાથી ઉત્પાદન પંચગવ્ય મનુષ્ય ચિકિત્સા પશુ ચિકિત્સા સહીત નિષ્ણાતો દ્વારા થીયરી અને પ્રેકટીકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના કારણે જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે. જેથી ખેત ઉત્પાદન અને ઘાસચારામા પણ ઝેરનું પ્રમાણ વધતા મનુષ્ય તથા પશુધન બીમારીનો ભોગ બને છે. જેથી ગાય આધારિત ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતા વધે અને આરોગ્ય વર્ધક ખેત ઈત્પાદન માટે ગાય આધારિત ખેતી મહત્વના ભાગ સાથે ગાયના ગોબર તથા ગૌમુત્રમાથી અનેક જાતનું ઉત્પાદન મેળવી રોજગારી પણ મળી રહે તે માટે ગાય ખેતી કરવા ખેડુતોને ગાય આધારિત ખેતી અપનાવવા અનુરોધ કરાયો હતો. કેશોદમાં યોજાયેલી પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગમાં ગાય આધારિત ખેતીનુ મહત્વ થીયરી અને પ્રેકટીકલ ઉત્પાદન માર્ગદર્શન પંચગવ્ય વેચાણ વ્યવસ્થા માર્ગદર્શન ગૌપાલન ગૌસંવર્ધન સાંસ્કૃતિક કાર્યક્રમમાં મહાન ભારતનો ગૌરવવંતો ઈતિહાસ રજુ કરાયો હતો. સાથે વર્તમાન સમયમાં ગાયનું મહત્વ પંચગવ્ય દ્વારા મનુષ્ય તથા દેશી પદ્ધતિથી પશુ ચિકિત્સા સહીત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું