જન્માષ્ટમી બાદ મુંબઇમાં કોરોનાના નવા ૪૪૧ દરદી નોંધાયા છે.

Corona

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર લગભગ કાબૂમાં આવી રહી છે. પરંતુ જન્માષ્ટમી બાદ મુંબઇમાં કોરોનાના દરદીની સંખ્યામાં નજીવો વધારો નોેંધાયો છે. જો કે રાજ્યમાં દરદી અને મરણાંકની સંખ્યા આજે ઘટાડો થયો છે.રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યામાં ૬૪,૭૩,૬૭૪ થઇ છે. એટલે કે કોરોના દરદીનું પ્રમાણ ૧૧.૯૨ ટકા થયું છે. અને મરણાંક આંક વધીને ૧૩૭૫૫૧ થઇ છે. એટલે કે મૃતકનું પ્રમાણ ૨.૧૨ ટકા થયું છે. એમ રાજ્યના આરોગ્ય વિભાગે ઉમેર્યું હતું. અને રાજ્યમાં ૫૦,૬૦૭ કોરોનાના દરદી સક્રીય હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. મુંબઇમાં કોરોનાના નવા ૪૪૧ દરદી નોંધાયા છે. અને ત્રણ દરદીએ જીવ ગુમાવ્યા છે. આથી કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૭૪૫૦૧૨ થઇ છે. અને મરણાંકની સંખ્યા ૧૫૯૮૪ થઇ છે.શહેરમાં કોરોનાના દરદીની સંખ્યા વધી રહ્યા છે. ખાસ સોસાયટીઓમાં દરદીની સંખ્યા વધી રહી છે. આથી આજે શહેરમાં મકાનો સીલ થવાની સંખ્યા વધીને ૪૭ થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *