અમરેલી જિલ્લામાં કલેકટર શ્રી આયુષ ઓક ની અધ્યક્ષતમાં વિડિઓ કોન્ફરનસ મીટીંગ યોજવામાં આવી.

Amreli Corona Latest
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી

આજે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકની અધ્યક્ષતામાં અને જિલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાય અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓના મામલતદારશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, આરોગ્ય વિભાગના કર્મીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ કોન્ફરન્સમાં કલેકટરશ્રી દ્વારા તાજેતરમાં નિશ્ચિત કરાયેલી ત્રિસ્તરીય વ્યવસ્થા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.જેના દ્વારા હોમકોરેન્ટાઇન રહેલા વ્યક્તિઓ ઉપર ખાસ નજર રાખવામાં આવશે કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા બહારથી જિલ્લા આવેલા લોકો પોતાના ઘરની બહાર ન નીકળે એ ખૂબ જ જરૂરી છે. કલેકટરશ્રી એ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તાલુકા કક્ષાએ રચવામાં આવેલી સ્ક્વોડમાં તમામ વિભાગના લોકોને સામેલ કરવામાં આવ્યા છે. આ સ્ક્વોડનું કામ હોમ કોરેન્ટાઇનમાં રહેલા વ્યક્તિઓ નિયમોનો ભંગ નથી કરતા એ જોવાનું છે.

ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ બનાવવામાં આવેલ કમિટિ પર દેખરેખ રાખવાનું કામ પણ આ સ્ક્વોડ કરશે. આ સ્ક્વોડને રોજેરોજ ગામો ફાળવવામાં આવશે. જ્યાં જઈ તેણે પુરી તપાસ કરવાની રહેશે. ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ રચાયેલી કમિટીને બહારથી આવેલાં લોકોની યાદી બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે, તેની પણ ચકાસણી કરવામાં આવશે આ બેઠકમાં વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *