રીપોર્ટર..ભૂપત સાંખટ :- અમરેલી
રાજુલા શહેરમા ખેતાગાળા વિસ્તાર નજીક રહેતા અને રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા મુસ્લિમ ઘાંચી સમાજના દાઉદભાઈ ટપુભાઈ મેતર જેવો પોતાની અતુલ રિક્ષા લઈને હિંડોરણા ગામેથી આવતા હોય છે. તે દરમ્યાન રસ્તા પરથી તેવોને એક થેલી મળી આવી હતી. આ થેલીમાં રોકડ રૂપિયા ૨૯,૬૬૦ તેમજ બેંક પાસબુક અને જરૂરી ડોક્યુમેન્ટ હતા. અને આ થેલી સહિત તમામ વસ્તુઓ પૈસા સાથે કામધેનુ સેવા કેન્દ્ર વાળા દિવ્યેશભાઈ ભગવાનભાઈ કાતરીયાનું હોવાનું જાણવા મળતાં તેઓએ તેમને બોલાવીને રાજુલાના ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખને જાણ કરતા રૂબરૂમાં દાઉદભાઈના દીકરાની હાજરીમાં પૈસા તેમજ જરૂરી ડોક્યુમેન્ટની થેલી મૂળ માલિકને પરત કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે આ થેલીના માલીક દિવ્યેશભાઈએ દાવુદભાઈ કામગીરીને બિરદાવી દરેકને ઈશ્વર આવી સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી…..