પંચમહાલના ગોધરા સહિત સમગ્ર જિલ્લામા મોહરમ પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવણી કરાઇ હતી.

Panchmahal

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ

ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહંમદ મુસ્તુફા ના દોહીત્ર હઝરત ઈમામ હસન તથા હઝરત ઇમામ હુસેન તેમજ તેમના 72 સાથીઓ એ કરબલા મેદાન ધર્મ ખાતર વહોરેલ શહાદત ની યાદમાં ગોધરા સહિત સમગ્ર જિલ્લામા  મહોરમ  પર્વ ની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરો દ્વારા નાના-મોટા કલાત્મક તાજિયા બનાવવામાં આવ્યા હતા, ગુરૂવારના રોજ તમામ તાજીયાઓને ચોકમાં લાવવામાં આવ્યા હતા હિન્દુ – મુસ્લિમ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તાજીયાઓ નું સ્થાપન કરવામાં આવ્યું હતું .શુકવારના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ પઢી ચોક ખાતે મુસ્લમી બિરાદરો એકત્રિત થયા હતા. ઢોલ ત્રાંસા ના સાથે યા હુસેન .. ના ગગનભેદી નારાથી વાતાવરણ ગુંજી ઉઠયું હતુ.આ વખતે કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા ના પગલે જુલુસ કાઢવામાં નહી આવવા સાથે વિવિધ કમિટીઓના વ્યાયામવીરો દ્વારા વિવિધ કરતબો રજૂ કરાયા ન હતા. મુખ્ય તળાવમાં મુસ્લિમ બિરાદરો દ્વારા એક બાદ એક તાજીયા ઓને ઠંડા પાડવામાં આવ્યા હતા.કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત વિવિધ વિસ્તારમાં ગોઠવાયો હતો. જિલ્લાભરમાં મોહરમની શાંતિપૂર્ણ માહોલમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરાઈ હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *