રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ
માસ્કના દંડ વસુલીના નામે મુસાફર ને થપ્પડ મારવાનો વિડીયો સામે આવ્યો
રાત્રી સમયે ગોધરા થી પસાર થઈ રહેલી ટ્રેનમાથી નાસ્તો પાણી લેવામાટે પ્લેટફોર્મ ઉપર ઉતરનાર મુસાફરો ને પકડી માસ્કના નામે કડકાઈ પૂર્વક દંડ વસુલવામાં આવે છે.
રેલવે GRP પોલીસના જવાનો સિવિલ ડ્રેસમાં પ્લેટફોર્મ ઉપર ફરજ બજાવી માસ્ક દંડ ની રકમ વસુલ કરે છે.
મુસાફર ને આપવામાં આવતી દંડની રકમ ની પાવતી ના ઉપરના ભાગે 100’200’એમ અલગ અલગ રકમ લખેલી હોવાનું સામે આવ્યું.