રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
માંગરોળ બંદરમાં હર સાલ પહેલી ઓગષ્ટે માછીમારો દરીયામાં પોતાની બોટો ઉતારી ફીસીંગ કરવા માટે રવાના થતા હતા. પરંતુ આ વખતે ગુજરાત સરકાર દ્વારા આ માછીમારી પહેલી સપ્ટેમ્બરથી શરૂ કરવાનો નિર્ણય કરાતાં કોઇ માછીમારો ખુશ થયા છે. અને કોઈક ગરીબ માછીમારો ના ખુશ થયા છે.
માંગરોળ બંદરના માછીમારી મંડળી ના પ્રમુખ દ્વારા કહેવાઇ રહયું છે. કે એક માસ લેટ થવાનો સરકારનો નિર્ણય બરાબર છે. કારણ કે કયારેક કયારેક ઓગષ્ટમાંપણ તોફાનોથી માછીમારોને ફીસીંગમાંથી પરત બોલાવાતા માછીમારોને નુકશાન થાઇ છે.
જયારે અન્ય માછીમારોને પુછવામાં આવતા આરાજય સરકારનો નિર્ણય માછીમારોના વિરૂધ્ધ માં છે તેમ જણાવ્યું હતુ, કે એકમાસ લેટ માછીમારી કરવાની સરકારની નીતી માછીમારોને બેકાર બનાવવાની છે .અને માત્ર ગુજરાત રાજય સરકાર દવારા આ નિર્ણય લેવાયો છે. અને બાકીના તમામ રાજયોમાં માછીમારી રાબેતા મુજબ એક ઓગષ્ટથી શરૂ કરાઇ ચુકી છે. જેથી ગુજરાતમાં પણ જો માછીમારી એક મહીનો લેટ થાય તો માછીમારોની હાલત કફોડી બની જાય તેમ છે. અને ઘરના દાગીનાઓ વેચવાની નોબત માછીમારોને આવી છે. એવામાં જો બહારના રાજયની બોટો ગુજરાતના દરીયામાંથી ચોમાસામા થતી કીંમતી માછીઓ ની ફીસીંગ કરીને જતી રહે છે ,જેથી ગુજરાતના માછીમારોને બેકાર બનવાનો વારો આવશે
જયારે હાલતો માછીમારો આ ફીંસીંગ જડપથી શરૂ કરવા સરકારનો નિર્ણય બદલવાની માંગ કરી રહયા છે.