રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ
શહેરાના ગાંગડીયા ગામની સીમમાં આવેલી ડુંગરીમાં કંણજના ઝાડ ઉપર ગઈકાલે પરિણીતાની લટકતી લાશ મળી..
પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ઝીણવટભરી તપાસના ચક્રો ગતિમાન.કર્યા.
પોલીસ સમક્ષ પરિણીતાના પિયર પક્ષ દ્વારા દીકરીની હત્યા થઇ હોવાનો આક્ષેપ
પોલીસ ઇન્સ્પેક્ટર એચ.સી. રાઠવા એ ઘટનાસ્થળે મુલાકાત લઈને તપાસ શરુ કરી ….
પંચમહાલના શહેરાના ગાંગડીયા ગામની સીમમાં આવેલી ડુંગરીમાં કંણજના ઝાડ ઉપર 24 વર્ષીય પરણીતાની દુપટ્ટા વડે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે આ પિયર પક્ષ દ્વારા પરણિતાની હત્યા થઇ હોવાનો આક્ષેપ પોલીસ સમક્ષ કરાયો હતો.
.. શહેરા તાલુકાના ગાંગડીયા ગામની સીમમાં આવેલી ડુંગરીમાં કંણજના ઝાડ પર 24 વર્ષીય પરિણીતા ની લાશ દુપટ્ટા વડે બાંધેલી હાલતમાં ત્યાંથી પસાર થતા વ્યક્તિને જોવા મળી હતી.
આ બનેલા બનાવની જાણ ગામના જાગૃત નાગરિક દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.સી.રાઠવા તેમજ પી.એસ.આઇ એલ.એસ.પટેલ સહિતનો સ્ટાફ બનાવ સ્થળ ખાતે પહોંચી સ્થાનિક લોકોની મદદથી ઝાડ ઉપર લટકતી પરિણીતાની લાશને નીચે ઉતારી હતી. પોલીસ દ્વારા તપાસ કરતા સ્થાનિક ગામ માં આવેલ બામણીયા ફળિયું લીમડી ખાતે રહેતી પરિણીતા શર્મીલાબેન દિલીપ તલાર ની લાશ હોવાનું બહાર આવ્યુ હતુ, પોલીસે પરિણીતાની લાશ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી.બનેલા બનાવની જાણ પરિણીતાના પિયર પક્ષને થતા પીએમ રૂમ ખાતે દોડી આવ્યા હતા.અને પોલિસ સમક્ષ પોતાની દીકરીની હત્યા થઇ હોવાનું રટણ કરી રહયા હતા. જ્યારે પિયર પક્ષ દ્વારા પરિણીતાની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવતા પોલીસ દ્વારા આ મામલે ઝીણવટ ભરી તપાસ સાથે ઉપરોક્ત બનાવમાં અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.