રીપોર્ટર : દિપક જોષી ગીર સોમનાથ
.અનાદિ કાળ થી જ્યા દેશના દીગાગજ નેતાઓ ના અસ્થીઓ પધરાવાય છે.તે ત્રિવેણી સંગમ પર અસ્થી વીસર્જન પિંડદાન પૂજા સાહીત્ય પૂષ્પો નદીમા ન પધરાવવા ના જાહેરનામા થી ભાવીકોમા નિરાશા ફેલાય છે.આજે તિર્થ પૂરોહીતો ભાવીકો અને ટ્રસ્ટ સિક્યૂરીટી સામસામે આવતા મામલો ભડક્યો…તાકીદે યોગ્ય નિર્ણય કરાય તેવી માંગ..
પૌરાણીક કાળથી ઈતીહાસ સાક્ષી છે. ભગવાન ક્રૃષ્ણ સ્વયં પોતાના હસ્તે યાદવો નૂ પીંડદાન કરી અસ્થી પધરાવવા પ્રભાસભૂમીમાં આવ્યા હતા. અને ત્યારબાદ સ્વ.નેતા ઓ મા મોરારજી દેશાઈ ,.અટલ બીહારી ,.કેશૂભાઈ પટેલ, સહીત ના અસ્થી અહી ત્રિવેણી સંગમમા પધરાવાયા છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટે કલેક્ટર ને લેખીત રજુઆત કરી જેમા ત્રિવેણી સંગમ પર પીંડદાન અસ્થીઓ ફૂલો પધરાવવા થી ગંદકી વધતી હતી. જેથી કલેક્ટર ગીરસોમનાથ એ જાહેરનામૂ બહાર પાડી સંગમ પર આ વસ્તૂઓ પધરાવવા પર મનાઈ કરી છે..
આ મનાઈ હૂકમ બાદ આજે શ્રાવણમાસમા અનેક યાત્રીકો પોતાના સ્વજનો ના અસ્થીઓ પધરાવવા સોમનાથ આવ્યા ત્યારે ટ્રસ્ટ સીક્યૂરીટી દ્વારા સંગમ પર અસ્થી વીસર્જન ની નાપાડી હતી . ત્યારે પૂજાવીધી કરનાર સ્થાનીક તિર્થ પૂરોહીતો સાથે ટ્રસ્ટ ના સીક્યૂરીટી ઓ એ ભારે ઊગ્ર બોલાચાલી કરી અનાદીકાળ ની ધાર્મીક પરંપરા ને અટકાવી હતી.આ બાબતે તમામ તિર્થ પૂરોહીતો તૂરંત જીલ્લા કલેક્ટર કચેરી એ દોડી ગયા હતા. અને આ પરંપરા અને તેમના શાસ્ત્રોક્ત મહત્વ વીશે રજૂઆત કરતા કલેક્ટરે આ બાબતે યોગ્ય વીચારણા ની ખાત્રી આપી હતી..તો તિર્થ પૂરોહીતો દ્રારા જો તાકીદે યોગ્ય નિર્ણય નહી લેવાય તો સંગમ પર ઊપવાસ આંદોલન ની ચીમકી આપી છે….