ગીર સોમનાથ: ઉના તાલુકાના ગુંદાળા ગામે નદીમાં તણાયેલા માલધારી યુવાનનો મૃતદેહ એક કી.મી. દુર મળ્યો.

Gir - Somnath
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

ઉના તાલુકાના ગુંદાળા ગામે રહેતો મુળ ખાંભા તાલુકાના દરેડી ગામનો છેલ્લા ૩ વર્ષથી ગુંદાળા ગામે રહી બકરા ચરાવતો દાદુભાઈ હાજીભાઈ નાયા ઉ.વ.૧૮ ગઈકાલે સાંજે બકરા ચરાવી અને ગુંદાળા આવતો હતો ત્યારે હાથીયા નદીમાં પાણીનુ પુર આવતા તેમાં તણાઈ ગયો હતો. બકરા જીવ બચાવી કાંઠે પહોચી ગયા હતા અને તેની જાણ ઉનાનાં મામલતદારને થતા તુરંત ફાયર બ્રિગેડના જવાનો, તરવૈયા ત્થા પોલીસ ઘટના સ્થળે શોધખોળ કરી હતી. આજે પાણી નદીમાં ઘટી જતા તેની લાશ હાથલા નદીમાંથી મળી આવતા તેને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. ડોકટરે પાણીમાં ડુબી જવાથી મોત થયાનુ જણાવતા પોલીસે એ.ડી.નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *