અમદાવાદમાં પાણી દુષિત આવતું હોય તો તેમને સાવધાની વર્તવી જરૂરી છે.. શહેરમાં પાણીજન્ય રોગચાળામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. ખાસ કરીને કોલેરા અને ઝાડા ઉલટી જેવા કેસો ખૂબ જ વધ્યા છે. અમદાવાદમાં છેલ્લા સાત મહિનામાં કોલેરાના 59 જેટલા કેસો સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ કેસો શહેરના પૂર્વ વિસ્તારમાં નોંધાયા છે. કોરોનાની સાથે સાથે કોલેરા જેવા કેસો પણ નોંધાયા છે. છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ કોલેરાની માહિતી છુપાવી રહી છે.
મોટી સંખ્યામાં કોલેરાના કેસો નોંધાય છે છતાં આરોગ્ય વિભાગે શહેરીજનોને આ બાબતથી અજાણ રાખી વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો નથી. રાજય સરકારનું આરોગ્ય વિભાગ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ પર કોઈ નિયંત્રણ કે મોનીટરીંગ ન રાખતું હોવાથી શહેરીજનોને હાલાકી ભોગવવી પડે છે. અમદાવાદ શહેરમાં પણ કોલેરાના કેસો સામે આવ્યા છે. છેલ્લા 7 મહિનામાં 59 જેટલા કેસો નોંધાયાની માહિતી મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે આપી છે.
રાજયમાં ગત મહિને ગાંધીનગર જિલ્લામાં કલોલ અને આસપાસના વિસ્તારોમાં તેમજ નડિયાદમાં કોલેરાના કેસો સામે આવતાં હાહાકાર મચી ગયો હતો.ગાંધીનગરના કલોલ અને નડિયાદમાં કોલેરાગ્રસ્ત શહેર જાહેર કરવાની ફરજ પડી હતી. જિલ્લાના આરોગ્ય વિભાગે અલગ અલગ વિસ્તારમાંથી સેમ્પલ લઈ ટેસ્ટીગ માટે મોકલ્યાં હતા.