રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
ભારત ના મહાન ગાયક 24 ડિસેમ્બર 1924માં પંજાબના અમૃતસરની બાજુમાં આવેલા નાનકડા ગામમાં લેજેન્ડ મોહમદ રફીનો જન્મ થયો હતો. બોલીવુડ ફીલ્મ જગતમાં પોતાનું આગવુ સ્થાન ધરાવી તા. 31 જુલાઈ 1980માં પોતાના દેહનો ત્યાગ કર્યો હતો.ત્યારે મોહમદ રફી ના ચાહકો દ્વારા કેશોદ માં ત્રણ માસના બાળક વિવાનની મદદ માટે ફંડ એકત્રિત થાય તેવા હેતુ થી કેશોદ ના આંબેડકર ભવન ખાતે મિત્રો દ્વારા એક શામ રફી કે નામ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં બાળકો,મહિલાઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.કેશોદમાં રફી સાહેબના સંગીત પ્રેમીઓના ચાહકો દ્વારા અને કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ વિવાન માટે ફંડ પણ આપ્યું હતું. રફી ને મ્યુઝિક,ગીતો દ્વારા યાદ કરવામાં આવ્યા હતા. જેમાં રમેશભાઈ પરમાર , દિનેશભાઈ મુછડીયા પરેશભાઈ ચુડાસમા, ચંદુભાઈ ડાભી, નરેશભાઈ સુકલ,મકવાણા સહિત સંગીત રસીકોએ મોહમદ રફીના યાદગાર ગીતો ગાઇ લેજેન્ડ રફી કાર્યક્રમમાં યાદ કરવામાં આવ્યા હતા.જેમાં દિલીપભાઈ મેવાડા અને અનિલ ભાઈ પરમારે કાર્યક્રમ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.