રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
ઘણાં વર્ષોથી પાણી ની ટાકી જર્જરિત હાલતમાં હતી. જેને દુર કરવા ગ્રામ પંચાયત ટીડીઓ તથા સાંસદ સહીતને રજૂઆત કરવામાં આવી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. જે રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા ઢીલીનીતી અપનાવી વર્ષો સુધી જર્જરીત પાણીની ટાળી દુર કરવામાં ન આવતાં પાણીની ટાકિ ધરાશયી થઈ છે. પાણીની ટાકી ધરાશયી થતાં બાજુમાં આવેલ દુધની ડેરીમાં તથા છકડો રીક્ષાને નુકસાની થવા પામી છે. અગાઉ જર્જરીત હાલતમાં ઉભેલી પાણીની ટાકિ પાસેથી રાહદારીઓ પસાર થતા હોય છે. બાજુમાં અવેડામાં મહીલાઓ કપડા ધોવા આવતી હોય છે. જાનહાનિ સર્જી શકે તેવી જોખમકારક પાણીની ટાકી વર્ષો સુધી દુર કરવામાં તંત્રએ ઢીલીનીતી અપનાવી છે. જે બાબતે તંત્ર સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. કદાચ દુર્ઘટના સર્જાઈ ત્યારે જાનમાલને નુકસાન થાત તો જવાબદાર કોણ ? એવું પણ લોકોમાં ચર્ચા થઈ રહી છે.
પાણીના ટાંકી ધરાશયી થયાની જાણ થતાં ખીરસરા ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી ઘટના સ્થળે પહોંચી નુકશાનીનો સર્વે કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે દુધની ડેરીમાં તથા છકડો રીક્ષા અને એક મોટરસાયકલમાં નુકસાની થય છે તેમજ બાજુમાં આવેલા ગોડાઉનમાં રહેલા ચણાના બસ્સો કટ્ટા પલળી ગયા છે. અને વધુમાં જણાવ્યું હતું કે વાસ્મો યોજના હેઠળ ૬૭ લાખના ખર્ચે પાણીની નવી ટાકી બનાવવામાં આવશે.