કેશોદના ગંગા સ્વરૂપ મહિલાને એસબીઆઈ બેંક દ્વારા બે લાખ રૂપિયાનો ચેક આપ્યો.

Junagadh

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ

   એસ.બી.આઈ બેંકમાં જીવન જ્યોતિ યોજના હેઠળ વીમો લીધો હતો. ત્યારે પતિનાં અવસાન થવાથી મળી રોકડ રકમ...

કેશોદના વેરાવળ રોડ પર લુહારી કામ કરી ગુજરાન ચલાવતા કમલેશભાઈ કવા નું કોરોના મહામારી માં દુઃખદ અવસાન થયું હતું. મૃતક કમલેશભાઈ કવા નું એસ.બી.આઈ બેંક માં ખાતું હતું. જેમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના હેઠળ વાર્ષિક ૩૩૦/- રૂપિયા નું પ્રિમયમ ભરીને વીમા કવચ મેળવ્યું હતું .જે અંતર્ગત મૃતકના પત્ની કૈલાસબેન કમલેશભાઈ કવા ને આજરોજ જુનાગઢ એસ.બી.આઈ બેંક નાં એજીએમ શીતલાપ્રસાદ કોરી નાં હસ્તે બે લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. કેશોદના રાજમહેલ પાછળ રહેતાં કૈલાસબેન કમલેશભાઈ કવા પોતાનાં પરિવાર નું સાડી ભરીને ગુજરાન ચલાવી રહ્યાં છે. જુનાગઢ એસબીઆઈ બેંક નાં શીતલાપ્રસાદ કોરી સાથે કુંડારીયા, વિજયભાઈ સોની અને એસ.બી.આઈ ગ્રાહક સેવા કેન્દ્ર નાં નીલેશભાઈ ચોવટીયા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. બેંક માં ખાતાધારકો ને બેંક કર્મચારીઓ દ્વારા વીમા કવચ લેવાં માટે સમજણ આપવામાં આવતી હોય છે. ત્યારે ગંભીરતાથી ધ્યાનમાં લેતાં ન હોય છે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ઓછાં પ્રિમયમ ભરીને ગ્રાહકોને માટે અમલમાં મુકેલી વીમા યોજના માં જોડાવાથી આકસ્મિક મૃત્યુ થતાં પરિવારજનો ને તુરંત જ સરળ પ્રક્રિયા કરવાથી મોટી રકમ આશીર્વાદરૂપ સાબિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *