રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જુનાગઢ જીલ્લા ના માંગરોળ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા સરકાર ની ગાઇડલાઇન મુજબ માંગરોળ તાલુકામા આઠ સ્થળો ઉપર કોરોના વેકસીનેશન આપવા કેમ્પ યોજાયા જેમા માંગરોળ શહેરમા સરકારી હોસ્પિટલ,શહેરી આરોગ્ય કેન્દ્ર, લોહાણા મહાજન વાડી તેમજ બંદર વિસ્તારમા કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ હતુ.તેમજ ગ્રામ્ય વિસ્તારોમા બગસરા ઘેડ, શીલ, કંકાણા, મેખડી સહિત આખા તાલુકામા કુલ આઠ સ્થળો ઉપર આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1180 જેટલી કોરોના વેકસીન આપવામાં આવી હતી.
માંગરોળ લોહાણા મહાજન વાડી ખાતે માંગરોળ ચેમ્બર્સ ઓફ કોમર્સ ના સહયોગ થી આ વેકસીનેશન કેમ્પ યોજાયો હતો.જેમા આરોગ્ય અધિકારી ડો.ડાભી,વેપારી અગ્રણીઓ હરીશભાઈ રુપારેલીયા,પરેશભાઈ જોષી,ભાજપ જિલ્લા મંત્રી માલદેભાઈ ભાદરકા,વિશ્વ હિન્દુ પરિષદ સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઈ મેસવાણીયા.વિશ્વ હિન્દુ પરિષદ માંગરોળ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી,સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.